મનોરંજન

જાણો ક્યાં થવા જઈ રહયા છે પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણીના લગ્ન, એક દિવસ રોકાવાનું ભાડું છે અધધધ…

પ્રિયંકા ચોપરાના જેઠ અને જેઠાણી સોફી ટર્નર અને જો જોનસ પોતાના બીજા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. બંનેના લગ્નની જગ્યાનો ખુલાસો થઇ ચુક્યો છે. આ વખતે બંને પેરિસમાં લગ્ન કરવાના છે. સોફી અને જોએ પોતાના બીજા લગ્ન માટે આ શાનદાર જગ્યા પસંદ કરી છે, જે છે પેરિસનો એંક પ્રસિદ્ધ અને શાનદાર મહેલ, Château de Tourreau.

 

View this post on Instagram

 

🎾 #USOpen

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ અને પરિવારના બીજા સભ્યો સાથે પેરિસ પહોંચી ચુકી છે અને લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઇ ગઈ છે. Château de Tourreau ખૂબ જ શાનદાર અને આલીશાન મહેલ છે. અહીં રોકાવાનો એક રાતનો ખર્ચ લાખો રૂપિયામાં છે.

 

View this post on Instagram

 

I Win. 😍 @vanityfair

A post shared by J O E J O N A S (@joejonas) on

જો વાત કરીએ લગ્નની જગ્યા Château de Tourreauની, તો આ 18મી સદીનો મહેલ 17 એકરમાં ફેલાયેલો છે. મહેલમાં બાદ-બગીચાઓ અને 82 ફુટ લાંબુ સ્વિમિંગ પૂલ છે. આ મહેલમાં 16 બેડરૂમ અને 16 બાથરૂમ છે. અહીં 29 મહેમાનો રોકાઈ શકે છે. અહીંના એક દિવસનું રોકાવાનું ભાડું જાણીને તો ચોંકી જ ઉઠશો, કારણ કે અહીં એક રૂમમાં એક રાત રોકાવાનું ભાડું 3,21,084 રૂપિયા છે. એટલે કે આ આખો મહેલ કરોડો રૂપિયામાં બુક થશે.

ચુપચાપ લગ્ન કરી લીધા બાદ હોલિવૂડના આ કપલનો વિચાર હવે ગ્રાન્ડ લગ્ન કરવાનો છે. જો જોનસ અને સોફી ટર્નર પોતાના લગ્નમાં એક ભવ્ય પાર્ટી ઈચ્છે છે. આ લગ્નનું ડેકોરેશન ખૂબ જ ક્લાસિક હશે અને એક ગ્રાન્ડ કેકનું પણ આયોજન કરવામાં આવશે.

 

View this post on Instagram

 

My Valentine gets a surprise birthday party because she’s the fucking best. 😍

A post shared by J O E J O N A S (@joejonas) on

સોફી ટર્નર અને જો જોનસે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2019ના કલાકો બાદ જ લગ્ન કરીને બધાને જ ચોંકાવી દીધા હતા. સોફી ટર્નર અને જો જોનસે 1 મે 2019ના રોજ લાસવેગાસમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. જેમાં નજીકના સંબંધીઓ અને પરિવારજનો જ સામેલ થયા હતા. આ લગ્ન લાસવેગાસના લિટલ વ્હાઇટ ચેપલમાં યોજાયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks