બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની જેઠાણી, જો જોનસની પત્ની અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ની સ્ટાર સોફી ટર્નરના ઘરે એક નાનું મહેમાન આવી રહ્યું છે. ખબરોની માનીએ તો પ્રિયંકા ચોપડાના જેઠ અને જો જોનસ અને જેઠાણી સોફી ટર્નરના ઘરે નાનું મહેમાન આવવાનું છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર 23 વર્ષીય સોફી ગર્ભવતી છે. જો કે, આ દંપતીએ આ સમાચાર ફક્ત તેના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોને આપ્યા છે. તેની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
View this post on Instagram
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર જો અને સોફી પણ અત્યાર સુધી આ ખબર છુપાવતા હતા, પરંતુ તેમના પરિવારને આ વાતની જાણ થતા તેઓ ખૂબ જ ખુશ છે. એવામાં સોફી પોતાની માટે પોશાક પણ એ પ્રકારના જ પસંદ કરી રહી છે.
View this post on Instagram
તાજેતરમાં સોફી ટર્નર ગ્રેમી એવોર્ડ્સમાં જોવા મળી હતી. આ એવોર્ડ ફંક્શનમાં ત્રણે જોનસ ભાઈઓની પત્નીઓ પણ તેમની સાથે સામેલ થઇ હતી. પ્રિયંકા ચોપડા ગ્રેમી એવોર્ડ શોમાં પોતાના સ્ટાઇલિશ અંદાજથી લોકોનું દિલ જીતી શકી નહીં. આ ફંક્શનમાં ખૂબ લાંબી નેકલાઇનવાળો ડ્રેસ પહેરીને પ્રિયંકા ચોપડા ખૂબ ટ્રોલ થઈ ગઈ હતી.
View this post on Instagram
આ એવોર્ડ શોના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપડા જ નહીં, પરંતુ તેની જેઠાણી અભિનેત્રી સોફી ટર્નરનો લુક પણ જોરદાર જોવા મળ્યો. જણાવી દઈએ કે સોફી ટર્નર અને જો જોનસ વર્ષ 2016થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને બંનેએ 2017માં સગાઈ કરી હતી.
બૉલીવુડથી હોલીવુડ સુધી સફર કરનારી પ્રિયંકા ચોપરા જાણીતી એક્ટ્રેસ છે. પ્રિયંકા જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પ્રિયંકા જેટલી ખુબસુરત છે તેટલી જ તે ટેલેન્ટેડ છે. પ્રિયંકાએ તેની કરિયરમાં એક બાદ એક સુપર હિટ ફિલ્મ આપી છે. પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાન જીત્યો છે. તો બીજી તરફ પ્રિયંકા ચોપરા બૉલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ તેનો જલવો બતાવી ચુકી છે. પ્રિયંકા ચોપરાએ અમરેકીન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ પ્રિયંકા ચોપરા પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બેલેન્સ રાખીને ચલાવાનો પ્રયાસ કરી રહી છે. પ્રિયંકા ચોપરા તેના સાસરાવાળાથી બહુ જ નજીક છે.
ગયા વર્ષે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ પછી, સોફી અને જોએ મે મહિનામાં એક સરપ્રાઈઝ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. આ પછી, જૂન 2019માં બંનેના પેરિસમાં બીજા લગ્ન થયા હતા, જેમાં તેમના પરિવાર અને મિત્રો સામેલ થયા હતા. પ્રિયંકા અને નિકે સોફી અને જો કરતા પહેલા ડિસેમ્બર 2018માં ભારતમાં લગ્ન કર્યા હતા.
પ્રિયંકા ચોપરાના જેઠ જેઠાણી જો જોનાસ અને સોફી ટર્નર ફ્રાન્સમાં લગ્ન કર્યા બાદ માલદીવમાં હનીમૂન એન્જોય કરે છે. આ કપલ માલદીવમાં તેનો ક્વૉલિટી ટાઈમ પસાર કરે છે. ન્યૂલી વેડ કપલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે.
View this post on Instagram
જોને ફોટો અને વિડીયો શેર કરતા લખ્યું છે કે, મને ખુશી મળી ગઈ’ સાથે જ માલદિવનાં લકઝરી રિસોર્ટ સોનેવા ફુશીને પણ ટેગ કર્યું છે. તો સોફિએ જોનો ફોટો શેર કરી લખ્યું છે કે, જન્નત, સાથે જ જાદુઈ જગ્યા છે.’
જાણવી દઈએકે જો -સોફીએ 1 મેએ સિક્રેટ લગ્ન કરી લીધા ઘટા. ત્યરબાદ 30 જૂને ફ્રાન્સમાં નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. જો-સોંફીનું આ બીજું હનીમૂન છે. પહેલા લગ્ન કર્યા બાદ તુરંત જ કેલિફોર્નિયા ગયા હતા.
View this post on Instagram
શેર કરેલા ફોટોમાં સોફી પિન્ક બિકીનીમાં ગ્લેમરસ લાગી રહી છે. સોફી અને જોની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ ફેન્સને બહુજ પસંદ આવી રહી છે. સાથે જ તે પરફેક્ટ કપલ લાગે છે.
જો-સોફીના પ્રેમપ્રકરણની ચર્ચા ત્યારથી જ શરૂ થઇ હતી. જયારે બન્ને 2016માં પ્રિ-MTV યુરોપ મ્યુઝિક એવોર્ડમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સોફી ટર્નર અને જો જોનાસે ઇન્સ્ટારામ ઓર તેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.