...
   

કેવી રીતે થયુ હતુ એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું મોત ? મહિનાઓની તપાસ બાદ થયો ખુલાસો

કેવી રીતે થયુ હતુ બીભત્સ ફિલ્મોની નામચીન સેલિબ્રિટી સોફિયા લિયોનનું મોત ? મહિનાઓની તપાસ બાદ થયો ખુલાસો

એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા. 26 વર્ષિય સ્ટાર સોફિયા લિયોન હવે આ દુનિયામાં નથી રહી. તે મિયામીની રહેવાસી હતી. તે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સોફિયાના મૃત્યુને કારણે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો ફેલાઇ ગયો છે. માત્ર 26 વર્ષની વયે સોફિયાના આકસ્મિક અવસાનના સમાચારે બધાને અવાચક બનાવી દીધા હતા.

સોફિયાના પિતાએ એક નિવેદન જારી કરીને તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યુ- સોફિયા માત્ર એક સારી પુત્રી જ નહીં, પણ એક સારી પૌત્રી, બહેન અને મિત્ર પણ હતી. તેની માતા અને પરિવાર વતી હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના મૃત્યુના સમાચાર શેર કરું છું. 1 માર્ચે સોફિયા તેના ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સ્થાનિક પોલીસે મોતની તપાસ શરૂ કરી છે.

પોલીસે શરૂઆતમાં તેના મૃત્યુને શંકાસ્પદ અને અસામાન્ય માન્યું હતું. તેની માતાએ અગાઉ એક ડિટેક્ટીવને કહ્યું હતું કે સોફિયા લિયોન દારૂના વ્યસન સાથે સંઘર્ષ કરતી હતી અને તેને આત્મહત્યાના વિચારો આવતા હતા. ત્યારે હવે તપાસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે લિયોનનું મોત ઓવરડોઝથી થયું હતું, જેના કારણે કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, તે અસ્પષ્ટ છે કે તેણે કયા પદાર્થોનું સેવન કર્યું હતું.

સોફિયાનો જન્મ 10 જૂન 1997ના રોજ મિયામી, યુએસએમાં થયો હતો. તેના IMDB પેજ મુજબ, તે મોડેલિંગ એજન્સી 101 સાથે જોડાયેલી હતી અને તેણે 80થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે 18 વર્ષની ઉંમરે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સોફિયાની નેટવર્થ એક મિલિયન ડોલર કરતા પણ વધુ છે.

Shah Jina