મનોરંજન

હેલિકોપ્ટર ક્રેશ થવાથી થઇ હતી `હીરા ઠાકુરની પત્ની’ની મોત, દુર્ઘટના વખતે હતી પ્રેગ્નેન્ટ

31 વર્ષની ઉંમરમાં એક્ટ્રેસ મૃત્યુ પામી, 12 વર્ષમાં કર્યું 114 ફિલ્મોમાં કામ

ટીવી પર સૌથી વધારે આવતી ફિલ્મનું નામ પુછવામાં આવે તો તે `સૂર્યવંશમ’ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરંતુ આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે તે સાથે હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ઓપોઝિટ સાઉથ ઇન્ડિયન ફિલ્મની અભિનેત્રી સૌંદર્યાને સાઇન કરવામાં આવી હતી. તેણે ફિલ્મમાં હિરા ઠાકુરની પત્નીનો રોલ કર્યો હતો. સૌંદર્યા ફક્ત 31 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગઇ હતી.

બહુ ઓછા લોકોને ખબર છે કે સૌંદર્યાનું સાચું નામ સૌમ્યા સત્યનારાયણ હતુ. કરિયરની શરુઆત દરમિયાન સૌંદર્યાએ ઘણા સુપરસ્ટાર્સની સાથે કામ કર્યુ અને એક પછી એક સુપર હિટ ઘણી ફિલ્મો આપી. 1992માં સૌદર્યએ કન્નડ ફિલ્મ,`ગંધર્વ’થી પોતાના કરિયરની શરુઆત કરી હતી. 12 વર્ષના કરિયરમાં તેણે કુલ 114 ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સૌંદર્યાએ બોલિવુડમાં વર્ષ 1999માં અમિતાભ બચ્ચનની ઓપોઝિટ ફિલ્મ`સૂર્યવંશમ’ દ્વારા હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કર્યુ હતું. જો કે આ ફિલ્મ ફ્લોપ થઇ હતી. ત્યાર બાદ સૌંદર્યાએ ક્યારેય બોલિવુડમાં ફિલ્મ ન કરી. એક્ટિંગની ઉંચાઇ પર હોવા છંતા વર્ષ 2003નાં સૌંદર્યાએ સોફ્ટવેર એન્જિન્યર જીએસ રઘુ સાથે લગ્ન કરી લીધા હતા.

સૌંદર્યાએ ફિલ્મોમાં પોપ્યુલરિટી મેળવ્યા બાદ 2004માં ચુંટણીમાં રાજનિતિના પ્રચારનું કામ કર્યુ હતું. 17 એપ્રિલ 2004 સૌંદર્યા ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર માટે ચુંટણી પ્રચાર કરવા માટે કરીમનગર જઇ રહી હતી. બેંગ્લોરના જક્કુર એયરફિલ્ડથી ઉડાન ભરીને જ્યારે હેલિકોપ્ટર 100 ફૂટ ઉંચે પહોચ્યુ ત્યાં જ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં સૌંદર્યા તેના બે ભાઇનું પણ નિધન થયું હતું.

હેલિકોપ્ટર જ્યાં પડ્યુ ત્યાં અમુક મજૂર કામ કરી રહ્યા હતા. જ્યારે યાત્રિયોને બચાવવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે મોટો ધમાકો થયો અને ચારે બાજુ આગ ફેલાઇ ગઇ. જેનાથી મજૂર પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. મૃતકોની હાલત તો એવી હતી કે કોઇ તેને ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આ દુર્ઘટના સમયે સાત મહિના પ્રેગ્નેન્ટ હતી. ઉલ્લેખનીય છે કે, સૌંદર્યાના મૃત્યુ બાદ 2010માં તેના પતિ જી.એસ.રઘુએ અર્પિતા નામની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.