ખબર ફિલ્મી દુનિયા

નથી રહ્યા સિનેમાના સુરમા ભોપાલી, 81 વર્ષની ઉંમરે જગદીપે લીધા અંતિમ શ્વાસ, જાણો વિગત

વર્ષ 2020 બૉલીવુડ માટે કાળ સાબિત થઇ રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં જ સિનેમા જગતના ઘણા સિતારાઓએ દુનિયાને લાઈવડા કહી દીધું છે. હવે આ લિસ્ટમાં દિગ્ગ્જ એક્ટર જગદીપનું નામ પણ શામેલ થઇ ગયું છે. બોલીવુડના દિગ્ગ્જ એક્ટર જગદીપ જેને લોકો ‘સૂરમા ભોપાલી’ના નામથી ઓળખે છે. તેને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જગદીપએ 81 વર્ષની ઉંમરમાં મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જગદીપ હિન્દી સિનેમાના જાણીતા એક્ટર છે. દાયકાઓ સુધી તેણે બોલિવૂડ પર રાજ કર્યું છે. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. પરંતુ હિન્દી ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ જગદીપ રાખ્યું હતું. જગદીપે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં તેની એક્ટિંગનો જાદુ ફેલાવ્યો છે. જગદીપને શોલે ફિલ્મના ‘સૂરમા ભોપાલી’ પાત્રથી સૌથી વધુ ખ્યાતિ મળી.જગદીપે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. બાળ કલાકાર તરીકે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તેણે કેટલીક ફિલ્મોમાં લીડ રોલ નિભાવ્યા હતા. કોમેડિયન બનવાની તેમની સફર શમ્મી કપૂરની ફિલ્મ બ્રહ્મચારીથી શરૂ થઈ હતી. ફિલ્મ અંદાઝ અપના અપના ફિલ્મમાં તેણે સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી.

જગદીપના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ મનોરંજનની દુનિયામાં સક્રિય છે. તેમના પૌત્ર મીજને ગયા વર્ષે મલાલ ફિલ્મથી હિન્દી સિનેમામાં એક્ટર તરીકેની શરૂઆત કરી હતી. ગયા વર્ષે જગદીપને મુંબઈમાં આઈફા સમારોહમાં ભારતીય સિનેમામાં અવિશ્વસનીય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

જગદીપ પહેલાં ઘણા વધુ બોલિવૂડ સ્ટાર્સ, દિગ્દર્શકો અને સંગીત દિગ્દર્શકોએ આ વર્ષે વિશ્વને અલવિદા કહી દીધું છે. ઇરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન સિવાય તાજેતરમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સરોજ ખાને પણ દુનિયાને અલવિદા કહ્યું છે. આ પછી, જગદીપ જેવા સ્ટાર્સની વિદાય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે.

ફેન્સ તેના પસંદગીના હાસ્ય કલાકારને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં #RestInPeace ટ્રેન્ડ થઇ રહ્યું છે. જગદીપના એક ફેન્સએ તેમને શ્રદ્ધાંજલિમાં લખ્યું – બીજો એક મહાન અભિનેતા ગયો. દાયકાઓથી અમને હસાવવા બદલ જગદીપ સાહેબનો આભાર. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: