મનોરંજન

‘કસૌટી જિંદગી કી 2’ની આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની ભવ્ય તસ્વીરો

ટીવી સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી-2’ની જાણીતી અભનેત્રી સોનિયા અયોધ્યાએ પોતાના બોયફ્રેન્ડ અને જાણીતા ડાયરેક્ટર હર્ષવર્ધન સામોરે સાથે 12 ડિસેમ્બરના રોજ સાત ફેરા લીધા હતા. પોતાના ભવ્ય લગ્ન માટે આ જોડીએ જયપુર સ્થળને પંસદ કર્યું હતું જ્યા બંન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા. પોતાની મહેંદી, સંગીત અને પીઠીના રિવાજમાં સોનિયા એકદમ પરી જેવી લાગી રહી હતી.રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગુરુવારના રોજ આ ભવ્ય લગ્નમાં ટીવી જગતના ઘણા જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. 11 ડિસેમ્બરના રોજ મહેંદી, સંગીત, પોલો મેચ વગેરે રિવાજો પુરા કર્યા પછી 12 ડિસેમ્બરના રોજ દિલ્લી રોડ સ્થિત એક ફાઈવ સ્ટાર હોટેલમાં લગ્નના રિવાજો પુરા કરવામાં આવ્યા હતા.

આ લગ્નમાં રાજસ્થાનનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો. મહેંદી વખતે સોનિયાએ પોતાના મિત્રો સાથે ખુબ ધમાલ મસ્તી કરી હતી અને ડાન્સ પણ કર્યા હતા. મહેંદી લગાવ્યા પછી સોનિયા કેમેરાની સામે શરમાતા જોવા મળી હતી. આ અવતારમાં સોનિયા ખુબ જ સુંદર લાગી રહી હતી.

મહેંદી પછી સંગીત સમારોહમાં સોનિયાએ પોતાના ભાવિ પતિ સાથે ડાન્સ કરતી પણ કર્યો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે.

મહેંદી સમારોહમાં સોનિયાએ હલકા લીલા રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો, જેની સાથે સોનિયાએ મેચિંગ આભૂષણો પણ પહેરી રાખ્યા હતા જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

લગ્નમાં સોનિયાએ પીચ કલરનો લહેંગો પહેરી રાખ્યો હતો અને હેવી ગોલ્ડન આભૂષણો માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે હર્ષવર્ધન સફેદ રંગની શેરવાનીમાં જોવા મળ્યા હતા. સોનિયાના લગ્નમાં પાર્થ સમથાન, એરિકા ફર્નાડીઝ, સુભાવી ચોક્સી વગેરે જેવા કલાકારો આવી પહોંચ્યા હતા.

સોનિયા-હર્ષવર્ધનની લવ સ્ટોરી:
બંન્નેની પહેલી મુલાકાત એક શૂટિંગના દરમિયાન થઇ હતી. પહેલા તો સોનિયાને લાગ્યું કે તે સ્પૉટબૉયના રૂપે કામ કરે છે પણ પછી ખબર પડી કે તે માત્ર પોતાના મિત્રની મદદ કરી રહ્યા છે. વાસ્તવમા હર્ષ એક બીઝનેસમેન છે. ઓક્ટોબર મહિનામાં સોનિયાએ પોતાના લગ્નની વાત સાર્વજનિક કરી નાખી હતી અને એવું પણ કહ્યું હતું કે તે 6 મહિનામાં લગ્ન કરી લેશે.
કસૌટી ઝીંદગી કી-2 માં સોનિયાએ અમુક સમય પહેલા જ મિસ્ટર બજાજની પ્રેમિકાના સ્વરૂપે એન્ટ્રી લીધી હતી. પણ આગળના અમુક દિવસોથી પોતાના લગ્નને લીધે સોનિયાએ શો થી દુરી બનાવી લીધી હતી.

આ સિવાય સોનિયા ‘નજર’ સીરિયલમાં પણ એક ડાયનના કિરદારમાં જોવા મળી હતી. જેમાં તે એક નકારાત્મક ભૂમિકામાં હતી, જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

જુઓ સોનિયાના લગ્નનો વિડીયો-1…

વિડીયો-2…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.