કોરોનાકાળમાં ગરીબોના મસીહા બનેલા સોનુએ ચોરી કરી? ઇન્કમ ટેક્સ ડિપાર્મેન્ટ છતો કર્યો કાંડ- જાણીને વિશ્વાસ નહિ આવે

કોરોના કાળ અને લોકડાઉનની અંદર ગરીબ લોકોના મસીહા બની ચૂકેલા સોનુ સુદની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સોનુ સુદનાં ઘરે આયકર વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે શનિવારે પણ આઇટીની ટીમનું સર્વે ચાલુ રહ્યું. ત્યારે હવે સોનુ સુદને લઈને આઇટી વિભાગે મોટો ખુલાસો કર્યો છે.

આઇટી વિભાગ દ્વારા સોનુ સુદ સાથે જોડાયેલી જગ્યાઓની તલાશી બાદ 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી, 2.1 કરોડ રૂપિયાનું અવૈધ વિદેશી દાન, 65 કરોડ રૂપિયાની ફર્જી લેણદેણ, જયપુર સ્થિતિ ઇન્ફ્રા ફાર્મની સાથે 175 કરોડ રૂપિયાના સર્કુલર લેવડ દેવડનો દાવો કરવામાં આવ્યો છે.

શનિવારના રોજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સોનુ સુદે 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. તેના ચેરિટી ફાઉન્ડેશન, એક એનજીઓ જેને સોનુ સુદ ચલાવે છે, તેમાં 2.1 કરોડ રૂપિયાના વિદેશી દાન અવૈધ રૂપે મળી આવ્યું છે. આઇટી વિભાગે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રમ સમેત કુલ 28 જગ્યા ઉપર સર્ચ ઓપરેશન કર્યું.

આઇટી અધિકારીઓનો આરોપ છે કે સોનુ સુદ દ્વારા ઘણી ફર્જી સંસ્થાઓથી ફર્જી અને અસુરક્ષિત લોન્સના રૂપમાં ઘણા બધા પૈસા જમા કર્યા છે. આઇટી વિભાગનું કહેવું છે કે સોનુ ચેરિટી ફાઉન્ડેશન, જે એક એનજીઓ છે તેને અભિનેતાએ જુલાઈ 2020માં સ્થાપિત કર્યું. હતું આઇટી વિભાગના જણાવ્યા અનુસાર એનજીમાં 1 એપ્રિલ 2021થી લઈને અત્યાર સુધી 18.94 કરોડનું ડોનેશન આવ્યું છે.

આ ડૉનેશનમાંથી એનજીઓ દ્વારા 1.9 કરોડ અલગ અલગ રાહત કાર્યોમાં ખર્ચ કરવામાં આવ્યા. જેના બાદ બચેલા 17 કરોડ હજુ પણ બેંક એકાઉન્ટમાં જ છે. તેનો આજ સુધી કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો. આ વાતની પણ સાબિતી મળી છે કે ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ ઉપર વિદેશી ડોનર્સ પાસેથી 2.1 કરોડ રૂપિયાની રાશિ પણ મેળવવામાં આવી છે. જે FCRAના નિયમોનું ઉલ્લંઘન છે.

Niraj Patel