મનોરંજન

‘રેલ કોચના ટોયલેટની વચ્ચેવાળી જગ્યામાં ઊંઘતા હતા સોનુ સૂદ, એમને મજૂરોનું દુઃખ ખબર છે’

કોરોના લોકડાઉનમાં પરપ્રાંતીય મજૂરો માટે મસીહા બનેલા સોનુ સૂદના જીવનની એક બાજુ આજે આખી દુનિયા જોઈ રહી છે. પણ આજે એમના જીવનની એક બાજુ વિશે વાત કરી કે જેના વિશે તેમના પરિવાર સિવાય કોઈને નહિ ખબર હોય.

સોનુ સૂદની જે છબીને આજે ચારે તરફ વાહવાહી મળી રહી છે એનો જુસ્સો એમના દિલમાં ક્યાંથી આવ્યો, એ કઈ પીડા છે કે જેને લીધે મહાનગરોમાં ફસાયેલા મજૂરોની આ તકલીફે એમના મનને વિચલિત કરી રાખ્યું છે. અસલમાં એમના વ્યક્તિત્વની આ બાજુના મૂળિયા એમના પરિવારમાં છે, એમના માતાપિતાની શિક્ષામાં છે અને આ વાત એમના પંજાબી આદર્શમાં અનુભવી શકાય છે.

Image Source

47 વર્ષીય અભિનેતા સોનુ સૂદના માતાપિતા આજે આ સંસારમાં નથી. એમની બહેન અનુસાર, કરિયર બનાવવા દરમ્યાન એમને જેવું સંઘર્ષભર્યું જીવન વિતાવ્યું છે, કદાચ એને કારણે જ એ પરપ્રાંતીય મજૂરોનું દુઃખ બીજા કરતા વધુ સારી રીતે અનુભવી શકે છે.

Image Source

ઇન્ડિયન એક્સપ્રેસમાં એમની નાની બહેન માલવિકા સૂદ સાથે થયેલી વાતચીતનો અંશ છપાયેલો છે, જેમાં એમને પોતાના ભાઈના માનવીય પહેલું અને એમના જીવનના સંઘર્ષના દિવસો વિશે જણાવ્યું છે.

Image Source

પંજાબના મોગામાં રહેતી માલવિકા અનુસાર, ‘જયારે મારો ભાઈ નાગપુરમાં એન્જીનીયરીંગનો વિદ્યાર્થી હતો, એ ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ટોઇલેટની પાસેની નાની ખાલી જગ્યામાં ઉંઘીને ઘરે આવતો હતો. મારા પિતા એને પૈસા મોકલતા હતા, પણ એની કોશિશ હોતી કે જેટલા બચાવી શકે એ બચાવી લે. એ અમારા પિતાની મહેનતની કદર કરતો હતો. જયારે એ મુંબઈમાં મોડેલિંગ કારકિર્દી માટે સંઘર્ષ કરી રહ્યો હતો, એવા રૂમમાં રહેતો હતો, જ્યાં ઊંઘતી વખતે પડખું ફરવાની જગ્યા પણ ન હતી. પડખું બદલવા માટે એને ઉભું થવું પડતું હતું… ત્યાં જગ્યા જ ન હતી.’

Image Source

એવું હતું કે સોનુ સૂદના પિતા એને પૈસા આપી શકતા ન હતા, પણ એ પિતાના પૈસાને ખૂબ સાચવીને ખર્ચ કરવા માંગતા હતા. ખાસ વાત એ છે કે સોનુ ટ્રેનમાં કેવી રીતે મુસાફરી કરતા હતા અને કેવા રૂમમાં રહેતા હતા એ વાતનો અણસાર પણ પરિવારવાળાને આવવા દેતા ન હતા.

એમની બહેને કહ્યું, ‘એને અમને લોકોને ક્યારેય ન જણાવ્યું કે, પણ જયારે અનેઇ પહેલી ફિલ્મ રિલીઝ થઇ અને એ ઘરે આવ્યો અને કહ્યું, “આજે હું સીટ પર બેસીને આવ્યો છું, ખૂબ જ સારું લાગી રહ્યું છે.’ એ પછી એને અમને લોકોને જણાવ્યું કે એ ટ્રેનમાં ઘણીવાર પેપરની શીટ પર બેસીને ટ્રાવેલ કરે છે.’

Image Source

સોનુની બહેન અનુસાર એ પોતાના માતાપિતાની ખૂબ જ નજીક હતા અને હવે એ જે પણ કઈ કરી રહયા છે, એટલા માટે કરી રહયા છે કે જેથી એમના પર ગર્વ કરી શકે. માલવિકાએ કહ્યું, ‘એ અમને એટલા મિસ કરે છે કે એમને જે કઈ શીખવ્યું છે, એની જીવિત રાખવા માંગે છે. એ આજે જે કઈ પણ કરી રહ્યા છે, એ એ જ છે જે અમારા માતાપિતાએ અમને શીખવ્યું છે અને જે એમને પોતાના જીવનમાં કર્યું હતું. અમે ત્રણેય ભાઈ બહેનો માતાપિતાને બીજાની મદદ કરતા જોઈને મોટા થયા છીએ. મારી મા ડીએમ કોલેજ મોગામાં ઈંગ્લીશ મીડીયમની લેક્ચરર હતી અને એમની પાસે જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ટ્યુશન લેવા આવ્યા એમની પાસેથી ક્યારેય ફી નથી લીધી.’

Image Source

તેમણે પોતાના પિતા વિશે જણાવ્યું હતું કે ‘અમારા પિતા મેઇન બજાર મોગામાં બોમ્બે ક્લોથ હાઉસ કરીને એક દુકાન ચલાવતા હતા અને એ આજે પણ છે. જ્યારે પણ ભાઈ આવે ત્યારે તે પપ્પાની દુકાન પર જરૂર જતો. અમારી પાસે ઘરેથી લઈને દુકાન સુધી લગભગ 15 કર્મચારી હતા અને તે વ્યક્તિગત રૂપે દરેક સાથે જોડાયેલા હતા, તેમનો મેડિકલ ખર્ચ આપતા હતા અને અન્ય જરૂરિયાતો પણ સંભાળતા હતા.’

Image Source

તાજેતરમાં જ સોનુ સૂદ વિશે તેમની બહેને ઘણી સારી માહિતી આપી છે, “જ્યારે તેણે ઘર ભેજો પ્રોજેક્ટ શરુ કરવાની યોજના બનાવી અને પહેલી બસની વ્યવસ્થા કરી, એને મને કહ્યું, “પંજાબી હોવાના નાતે આપણે બીજી રીતે જોવાનો વિચાર પણ ન કરી શકીએ, જયારે કે આપણને ખબર છે કે કોઈ કેટલી તકલીફમાં છે.”‘

Image Source

સોનુ સૂદે પણ આ જ વાત કહી છે. તેમના કહેવા મુજબ, જ્યારે તેમણે પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરો તરફ પગપાળા જતા જોયા ત્યારે તેને સહાનુભૂતિ આવી ગઈ. ઉપરથી પંજાબી હોવાને કારણે અને માતા-પિતાએ તેમને જે શીખવ્યું હતું, તે હાથ પર હાથ રાખીને બેસી શક્યા નહીં. સોનુ સૂદે કહ્યું છે, ‘હું પોતાને એ પ્રવાસીઓ સાથે જોડી શકું છું. જયારે હું મુંબઈ આવ્યો, હું ટ્રેનથી આવ્યો અને રિઝર્વેશન ન હતું. જયારે હું નાગપુરમાં એન્જીનીયરીંગ કરી રહ્યો હતો, હું ઘણીવાર બસો અને ટ્રેનોમાં રિઝર્વેશન વિના જ મુસાફરી કરતો હતો. જયારે મેં પ્રવાસીઓને રોડ પર પગપાળા જતા જોયા, બાળકો, વૃદ્ધો સાથે, એ મારા જીવનના સૌથી વધુ પરેશાન કરનાર દ્રશ્ય હતા. મેં નિર્ણય કર્યો કે હું ઘરે નહિ બેસી રાહહુ અને એમના માટે કશુંક કરીશ.

Image Source

મારા મમ્મી બાળકોને મફતમાં ભણાવતા હતા, મારા પિતા પોતાની દુકાનની બહાર ઘણીવાર લંગર લગાવતા હતા. હું પંજાબમાં એમના મૂલ્યો વચ્ચે મોટો થયો છું. મારી મા ઘણીવાર કહયા કરતી હતી, જો તું કોઈની મદદ ન કરી શકે તો પોતાને સફળ ન માન. મારું બેકગ્રાઉન, મારા માતાપિતાના જે સંસ્કાર મારામાં છે, હું જે પણ કઈ કરી રહ્યો છું એની પાછળનું એ જ કારણ છે.’

Image Source

સોનુ સૂદનું કહેવું છે કે એમને અત્યાર સુધીમાં 18,000 પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં મદદ કરી છે. એમને સૌથી પહેલા 350 પ્રવાસીઓને બસથી કર્ણાટક મોકલીને આ પહેલ શરુ કરી હતી અને પછી આ કિસ્સો ચાલતો જ ગયો. શરૂઆતમાં એમને મુંબઈના જુહુમાં પોતાની હોટલ નર્સ અને પેરામેડિકલ સ્ટાફને આરામ કરવા માટે આપી દીધી. પછી એમને જરૂરિયાતમંદોને ખાવાનું ખવડાવવાનું પણ કામ શરુ કરાવ્યું. એમનું કહેવું છે કે હવે એ પ્રવાસીઓને એમના ઘરે મોકલી રહયા છે અને આ કામ ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી છેલ્લો પ્રવાસી પોતાના ઘરે ન પહોંચી જાય.

Image Source

જ્યારે સુદને પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓને પ્રવાસીઓને એમના ઘરે મોકલીને સૌથી વધુ ખુશીનો અનુભવ ક્યારે થયો ત્યારે તેમને કહ્યું કે તેમણે એક પરપ્રાંતિય પ્રવાસી પાસેથી સાંભળ્યું કે તેણે પોતાના બાળકનું નામ સોનુ સૂદ શ્રીવાસ્તવ રાખ્યું છે. તેમના મતે, તે આ વાતને ક્યારેય ભૂલી શકશે નહીં. સોનુ સૂદ કહે છે કે માતાપિતાને ગર્વ અપાવવા માટે, એ એમના જ રસ્તા પર ચાલશે જે એમને દેખાડીને ગયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.