મનોરંજન

5500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા સોનુ સૂદ, આવી છે મજૂરોના મસીહાની સફર

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ હાલમાં એવા પ્રવાસી કામદારો માટે મસિહા બની ગયા છે જેઓ કામની શોધમાં બીજા રાજ્યોથી મુંબઇ આવ્યા હતા. જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે આ કામદારો અહીં ફસાઈ ગયા હતા. સોનુ સૂદે આ તમામ કામદારોને તેમના વતન પહોંચાડવાની જવાબદારી ઉઠાવી છે અને તેઓ પોતે પણ આ કામદારોને તેમના ગામમાં લઇ જવા માટે બસોની વ્યવસ્થા કરી રહ્યા છે.

Image Source

તેમના આ કામના કારણે સોનુ સૂદે જોતજોતામાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લોકો વાસ્તવિક જીવનમાં પણ તેમને વાસ્તવિક હીરોનો દરજ્જો આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આજે મજૂરોની મદદ માટે લાખોનો ખર્ચ કરનાર સોનુ ફક્ત 5500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા.

Image Source

સોનુ સૂદે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે શરૂઆત દિલ્હીમાં મોડેલિંગથી કરી હતી. તેમની યોજના એવી હતી કે તે થોડા પૈસા ભેગા કરશે અને તે પછી તે સ્ટ્રગલ કરવા માટે મુંબઈ જશે.

Image Source

સોનુએ કહ્યું કે દિલ્હીમાં એક દોઢ વર્ષ સુધી શોઝ કર્યા પછી તેમણે સાડા પાંચ હજાર રૂપિયા ભેગા કરી લીધા હતા અને તેમને લાગ્યું હતું કે તે આટલા પૈસાથી એક મહિનો તો પસાર કરી જ શકશે. પણ મુંબઈમાં તેમના આ પૈસા ફક્ત 5-6 દિવસમાં જ ખતમ થઇ ગયા. ત્યારે એમને લાગવા માંડ્યું કે હવે તેઓએ ઘરેથી મદદ લેવી પડશે.

Image Source

જો કે ત્યારે જ ચમત્કાર થયો જેની તેમને આશા હતી. તેમને તેમનો પહેલો બ્રેક મળ્યો. તેમને એક જાહેરાત માટેનો કોલ આવ્યો. તેમને આ એક એડ માટે રોજના 2000 રૂપિયા મળી રહ્યા હતા. સોનુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને ફિલ્મ સિટી જવાનું હતું અને તેમને લાગ્યું કે આ જાહેરાત દ્વારા તેમને નોટિસ કરવામાં આવશે.

Image Source

પરંતુ થયું એવું કે જ્યારે તે પહોંચ્યા તો તેમના જેવા 10-20 અન્ય છોકરાઓ ઉભા હતા. તે એડમાં તેઓ ક્યાંક પાછળ ડ્રમ્સ વગાડતા હાટ અને તેઓ આ એડમાં દેખાયા પણ ન હતા.

Image Source

મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે 5500 રૂપિયા લઈને મુંબઈ આવનાર સોનુ સૂદ પાસે આજે કુલ 17 મિલિયનની સંપત્તિ છે. જો તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે છે તો તે 130 કરોડ માલિક છે.

Image Source

સોનુ સૂદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પોતાના ઘરને સ્વર્ગ માને છે. તેનું ઘર અંદરથી એકદમ વૈભવી છે. 2600 ચોરસ ફૂટમાં ચાર-બેડરૂમ એક હોલનો એપાર્ટમેન્ટ છે. સોનુ સૂદ પહેલીવાર મુંબઇ આવ્યો હતો ત્યારે તે એક રૂમમાં 3-4 લોકો સાથે રહેતા હતા, જયારે આજે તે ખૂબ જ વૈભવી મકાનમાં રહે છે. જ્યાં તેમને શાંતિ મળે છે.

Image Source

સોનુ સૂદે કહ્યું કે જ્યારે તે મુંબઇ આવ્યા હતા ત્યારે તે ઈચ્છતા હતા કે લોકો તેમની મદદ કરે, પરંતુ કોઈ અભિનેતા તેમને ન તો મળતા કે ન તો એમનો મદદ કરતા હતા. જે કોઈ પણ મળતું હતું એ કહેતું હ તું કે તું અભિનેતા બનવા આવ્યો છે? પાછો જતો રહે, તારાથી નહિ થાય.

Image Source

સોનુ સૂદે કહ્યું હતું કે હવે જો કોઈ તેમને મળવા માંગે છે તો તેઓને પોતાનો સમય યાદ આવે છે. તે દરેકને મળે છે અને તેમને મોટીવેટ પણ કરે છે. સોનુએ કહ્યું કે એમને જો એવું લાગે છે કે કોઈ એવું છે કે જે એક્ટર બનવા યોગ્ય નથી, તો પણ તે તેને નિરાશ નથી કરતા.

Image Source

હાલમાં જ સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવી રહેલા સોનુનો 23 વર્ષ જૂનો પાસ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ સોનુ સૂદના એક ચાહકે તેનો 23 વર્ષ જુનો લોકલ પાસ શેર કરતા લખ્યું, ‘જેણે સાચે સંઘર્ષ કર્યો હોય એને અન્ય લોકોનું દુઃખ ખરેખર સમજાય છે, સોનુ સૂદ એક સમયે 420 રૂપિયાના લોકલ પાસ લઈને મુસાફરી કરતા હતા.’ તેની રીપોસ્ટ કરતી વખતે સોનુએ લખ્યું, ‘જીવન એક પૂરું ચક્કર છે.’ પાસ સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

સામે આવેલો આ પાસ 1997 નો છે જયારે તે માત્ર 24 વર્ષના હતા. મોગા જિલ્લાથી મુંબઈ આવીને સોનુએ ઘણા વર્ષો સુધી સ્ટ્રગલ કર્યું હતું, જેના પછી સોનુને તમિલ ફિલ્મમાં વર્ષ 1999માં બ્રેક મળ્યો. તેમનું ટેલેન્ટ જોઈને તમને સતત કામ મળવા લાગ્યું. શહીદ-એ-આઝમથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર સોનુનો સંઘર્ષકાળ ખૂબ મુશ્કેલ રહ્યો છે. એવામાં એમનો પાસ સામે આવ્યો એ દરેક માટે પ્રેરણાદાયી છે.