સોનુ સુદની દરિયાદિલી ફરીથી આવી સામે, રસ્તે પસાર થતા જોયો ગમખ્વાર અકસ્માત અને કારમાંથી ઉતરીને જે કર્યું તે તમારું દિલ જીતી લેશે, જુઓ વીડિયો

કોરોનાકાળમાં સામાન્ય લોકો માટે પણ ભગવાન બનીને આવેલા સોનુ સુદ આજે એક મોટું નામ બની ગયા છે. કોરોનકાળથી લઈને આજસુધી પણ તેમની મદદ કરવાની ભાવના જરા પણ ઓછી નથી થઇ, ઠેર ઠેરથી લોકો તેમની પાસે મદદ માંગે છે અને તે લોકોને દિલથી મદદ પણ કરે છે. જેના કારણે લોકો તેમને આજે પણ ભગવાન મને છે.

ત્યારે હાલમાં જ સોનુ સુદે એક એવું કામ કર્યું જેના કારણે ફરીથી તેમને લોકોનું દિલ જીતી લીધું, સોનુ સુદે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને ઊંચકી અને હોસ્પિટલ પહોચાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને સોનુ સુદનાં આ કામને જોઈને લોકો પણ તેમની પ્રસંશા કરી રહ્યા છે.

આ અકસ્માત પંજાબના મોગા-ભટિંડા રોડ પર મોડી રાત્રે આ થયો હતો. બે કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ દરમિયાન સોનુ સૂદ તેની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. આ અકસ્માત જોતા જ તે નીચે ઉતરી ગયો હતો અને યુવકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કારની અંદર ફસાઈ ગયો હતો. તે ભયાનક રીતે ઘાયલ છે. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે તરત જ કાર રોકી અને યુવકની મદદ કરવા પહોંચી ગયો. તેણે જાતે જ કોઈક રીતે કાર ખોલી અને યુવકને બહાર કાઢ્યો. આ પછી તેણે તેને ઉપાડ્યો અને તેના ઊંચકીને દોડવા લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોમાં જોઈ શકાય છે કે સોને સૂદ તે યુવકને પોતાની કારમાં લઈને હોસ્પિટલ ગયો હતો. સમયસર હોસ્પિટલ પહોંચતા યુવકનો જીવ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવકની હાલત ખતરાની બહાર છે. કહેવાય છે કે મોગા-ભટિંડા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ પછી બંને કારને ભારે નુકસાન થયું હતું. જે વાહનમાં યુવક ફસાઈ ગયો હતો તેનું સેન્ટ્રલ લોક અથડાતાં જ જામ થઇ ગયું હતું. જેના કારણે તે કારની અંદર ફસાઈ ગયો હતો.

Niraj Patel