લોકડાઉનમાં સોનુ સૂદ સતત મજૂરો અને ગરીબોને તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. માત્ર મુંબઈ જ નહીં પરંતુ તેઓ દેશભરમાં ફસાયેલા લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. બેંગ્લોરમાં ફસાયેલા મજૂરોનો એક વીડિયો તેમને સોશિયલ મીડિયા પર જોયો, જેમાં મજૂરને રડી-રડીને ઘરે મોકલવા માટે પોકાર કરી રહ્યો છે. એના પર સોનુ સૂદે તરત જ જવાબ આપ્યો અને લખ્યું કે કાલે તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા થઇ જશે.

યોગિતા ભયાના નામની એક એક્ટિવિસ્ટે બેંગ્લોર સ્ટેશનની બહાર સિમેન્ટ પાઇપોમાં છેલ્લા પાંચ દિવસથી પોતાના બે માસૂમ બાળકો અને એક વિકલાંગ સાથી સાથે બેસેલા મજૂરનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, મજૂર રડતા-રડતા ઘરે મોકલવાની વિનંતી કરી રહ્યો છે. તેમણે વીડિયો શેર કરીને મદદ માંગી, જેના પર સોનુ સૂદે મદદ માટે ભરોસો આપ્યો છે.
कल आप घर जा रहे हो मेरे भाई🙏 । सुबह का सबसे पहला काम। ✌️ https://t.co/6wbOad5OBf
— sonu sood (@SonuSood) May 29, 2020
અભિનેતા સોનુ સૂદ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. આનું કારણ લોકડાઉનને કારણે મુશ્કેલીમાં ફસાયેલા મજૂરોની મદદ માટે આગળ આવવાનું છે. તેઓએ મુંબઇમાં ફસાયેલા હજારો લોકો માટે બસની વ્યવસ્થા કરી છે અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા છે. એક દિવસ અગાઉ, 177 છોકરીઓએ પણ વિમાન દ્વારા તેમના ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી છે.
સોનુએ કેરળમાં ફસાયેલી ઓડિશાની 177 છોકરીઓને એરલિફ્ટ કરીને તેમના ઘરે પહોંચાડી છે. કેરળના એર્નાકુલમમાં એક સીવણ ભરતકામની ફેક્ટરીમાં કામ કરતી આ 177 છોકરીઓ લોકડાઉન પછી ત્યાં ફસાઈ ગઈ હતી. ત્યાં પરેશાન થઈ રહેલી આ યુવતીઓએ કોઈક રીતે સોનુ સૂદ સુધી પોતાની વાત પહોંચાડી અને મદદ માંગી. જે બાદ સોનુએ તેમને ખાસ વિમાન દ્વારા બહાર કાઢવાની વ્યવસ્થા કરી હતી.

25 માર્ચે લોકડાઉન લાગુ થયા બાદથી જ મજૂરો અને ગરીબ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટા શહેરોમાં કામ કરતા મજૂરોને ભારે ફટકો પડ્યો છે. સરકારની અણદેખીનો શિકાર મજૂરોને સેંકડો માઇલ ચાલવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ મજૂરોની આ અમાનવીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મદદ કરવામાં લાગેલા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સતત બસોની વ્યવસ્થા કરી રહ્યા છે અને મજૂરોને તેમના ઘરે પહોંચાડી રહ્યા છે. ટ્વિટર પર, તેઓ આવા લોકોની જાણકારી મળવા પર જવાબ આપી રહ્યા છે. તેણે ટોલફ્રી નંબર પણ ચલાવ્યો છે. જેના પર લોકો મદદ માંગે છે, તો સોનુ તરફથી મદદ આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.