એક એક બુંદ પાણી માટે તરસતા હતા માસૂમ, દર્દ જોઇને સોનૂ સૂદની આંખો ભરાઇ ગઇ, દરિયાદિલી દેખાડી લગાવી દીધો હૈંડપંપ

દર્દ જોઇને સોનૂ સૂદની આંખો ભરાઇ ગઇ, જુઓ સોનુની મહાનતા

કોરોના મહામારાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ ગરીબો અને મજૂરી કરતા લોકો માટે મસીહા બન્યા હતા. હવે તેમણે યૂપીના ઝાંસી જિલ્લામાં આનંદ નગરની મલિન વસ્તીના લોકોની મદદ કરી છે. પાણી માટે તરસી રહેલા લોકો મનાટે સોનૂ સૂદે 2 હેન્ડપંપ લગાવડાવ્યા છે. આ કામ માટે લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

ઝાંસી જિલ્લાની મલિન વસ્તીના ગરીબ અને મજૂર લોકો લાંબા સમયથી પીવાના પાણી માટે તરસી રહ્યા હતા. આ લોકો બે સમયનું જમવાનું તો ગમે તે કરીને કરી લેતા હતા પરંતુ પીવાના પાણી માટે ઘણી મુસીબતોનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમના દુ:ખ વિશે જયારે અભિનેતા સોનૂ સૂદને ખબર પડી ત્યારે તેમણે સમજ્યુ અને સમાધાન લાવ્યું.

Image Source

પ્રશાસનના એલાન કરવા છત્તા પણ લોકોને પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરવા પડી રહ્યો હતો. પરંતુ પીવાના પાણીની કોઇ વ્યવસ્થા થઇ ન હતી. સોનૂ સૂદને આ પરેશાની વિશે ખબર પડી તો તેમણે ત્યાં 2 હેન્ડપંપ લગાવી દીધા.

Image Source

ઝાંસીની આ મલિન વસ્તીમાં સામાજિક સંસ્થા ઉમ્મીદ રોશની ઘણા દિવસોથી કામ કરી રહી છે. સંસ્થાના સંચાલક પોલિસ કોન્સ્ટેબલ જિતેન્દ્ર સિંહ યાદવ છે. તેઓ નોકરીની સાથે સાથે સામાજિક કાર્ય કરતા રહે છે. તેમના પ્રયાસોથી છેલ્લા દિવસોમાં ઝાંસીના એક બાળકનું ઓપરેશન સોનૂ સૂદે મુંબઇમાં કરાવ્યુ હતું.

Image Source

જીતેન્દ્ર સિંહે અહીંની સમસ્યાને લઇને ઘણીવાર ટ્વીટ કરીને સોનૂૃ સૂદને જાણકારી આપી હતી. તેના જવાબમાં સોનૂ સૂદે ટ્વીટ કરી કહ્યુ, પાણીની સમસ્યા હવે ખત્મ, તમારા ત્યાં હેન્ડપંપ લગાવડાવી રહ્યો છું. કયારેક આવું તો પાણી પીવડાવી દે જો. આ વાતને લઇને ઝાંસીના લોકો સોનૂ સૂદના દીવાના થઇ ગયા.

Shah Jina