મનોરંજન

3 રાજ્યોના પ્રવાસી મજૂરોની મદદ માટે ભગવાન બનીને આવ્યો વિલન સોનુ સુદ, જુઓ કેવી જોરદાર રીતે મદદ કરી

આજે પૂરો દેશ કોરોનાની મહામારી વચ્ચે તડપી રહ્યો છે. તમામ પ્રવાસી મજૂરો પોતાના ઘરેથી દૂર અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે. એવામાં આવા મજૂરો રહેવાની જગ્યા, બે ટાણાનું ભોજન મેળવવાની ચિંતામાં પોતાના ઘરે જવા માટે પગપાળા ચાલીને જ જવા માટે મજબુર બની ગયા છે. તેઓની આ સફરને સહેલી કરવા માટે સરકાર દરેક સંભવ કોશિશ કરી રહી છે, અને સાથે સાથે બોલીવુડના દિગ્ગ્જ કલાકારો પણ તેઓની મદદ માટે આગળ આવી રહ્યા છે.

Image Source

એવામાં આવા જ એક બૉલીવુડ અને સાઉથ ફિલ્મ જગતના દિલદાર અભિનેતા સોનુ સુદ આ મજુર લોકીની મદદ માટે આગળ આવ્યા છે અને તેઓને પોતાના ઘરે પહોંચાડવા માટેની કોશિશ કરી રહ્યા છે.

Image Source

કોરનાની મહામારીને લીધે ઉત્તર પ્રદેશની સરકારે તમા સીમાઓ સીલ કરી દીધી હતી. જો કે સોનુ સુદે તમામ પ્રકારની કોશિશો કર્યા પછી સરકાર પાસેથી પરવાનગી મેળવીને પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે બસની વ્યસવથા કરી હતી અને મુંબઈથી યુપી, બિહાર અને ઝારખંડ એમ ત્રણ રાજ્યો માટે બસને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન સોનુ સુદ દરેક નિયમોનું પાલન કરતા પણ જોવા મળ્યા હતા અને પોતાના ચેહરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

Image Source

ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની જાણકારી આપી છે. વિરલ ભયાણીએ સોનુ સુદનો આ વિડીયો શેર કર્યો છે જેમાં તે મજૂરોને બસમાં બેસાડીને ઘરે મોકલી રહ્યા છે અને બાય-બાય કરતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટમા દેખાડવામાં આવ્યું છે કે,”કર્ણાટકના પ્રવાસી મજૂરોં માટે બસની વ્યસવથા કર્યા પછી સોનુએ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ ના પ્રવાસી મજૂરો માટે એકવાર ફરીથી ઘરે પહોંચાડવા માટેની વ્યસવથા કરી હતી.”

Image Source

આ બાબત વિશે વાત કરતા સોનુ સુદે કહ્યું કે,”મારા માટે આ ખુબ જ ભાવુક યાત્રા રહી છે. આ પ્રવાસીઓને પોતાના ઘેરેથી દૂર રસ્તાઓ પર ભટકતા જોઈને મને ખુબ જ દુઃખ થયું. હું આ કામ ત્યાં સુધી યથાવત રાખીશ જ્યા સુધી છેલ્લો પ્રવાસી પોતાના ઘર સુધી પહોંચી ન જાય.” બસની વ્યવસ્થા કરવાની સાથે સાથે સોનુ સુદે યાત્રા દરમિયાન મજૂરોના ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરી હતી.

Image Source

જણાવી દઈએ કે સોનુ સુદ પંજાબના ડોક્ટર્સને 1,500 પીપીઈ કીટ્સ પણ ડોનેટ કરી ચુક્યા છે. આ સિવાય રમજાનના મૌકા પર ભીવંડીના હજારો પ્રવાસીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. તેની પહેલા પણ સોનુ સુદ મુંબઈ સ્થિત પોતાની આલીશાન હોટેલ પણ મેડિકલ સ્ટાફને રહેવા માટે અને કોરોનાને લગતી અન્ય મદદ માટે ખુલ્લી કરી ચુક્યા છે.

જુઓ સોનુ સુદનો પ્રવાસીઓને મદદ કરી રહેલો વિડીયો….

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.