આજે પૂરો દેશ કોરોનાની મહામારી વચ્ચે તડપી રહ્યો છે. લોડાઉનને લીધે તમામ પ્રવાસી મજૂરો પોતાના ઘરેથી દૂર અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે. એવામાં આવા મજૂરો રહેવાની જગ્યા, બે ટાણાનું ભોજન મેળવવાની ચિંતામાં પોતાના ઘરે જવા માટે પગપાળા ચાલીને જ જવા માટે મજબુર બની ગયા છે. તેઓની આ સફરને સહેલી કરવા માટે સરકાર દરેક સંભવ કોશિશ કરી રહી છે, અને સાથે સાથે બોલીવુડના દિગ્ગ્જ કલાકારો પણ તેઓની મદદ માટે આગળ આવી રહ્યા છે.

એવામાં આવા જ એક બૉલીવુડ અને સાઉથ ફિલ્મ જગતના દિલદાર અભિનેતા સોનુ સુદ આ મજુર લોકીની મદદ માટે આગળ આવ્યા છે અને તેઓને પોતાના ઘરે પહોંચાડવા માટેની કોશિશ કરી રહ્યા છે.

કોરોનાની મહામારીને લીધે ઉત્તર પ્રદેશની સરકારે તમામ સીમાઓ સીલ કરી દીધી હતી. જો કે સોનુ સુદે તમામ પ્રકારની કોશિશો કર્યા પછી સરકાર પાસેથી પરવાનગી મેળવીને પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે બસની વ્યસવથા કરી હતી અને મુંબઈથી યુપી, બિહાર અને ઝારખંડ એમ ત્રણ રાજ્યો માટે બસને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન સોનુ સુદ દરેક નિયમોનું પાલન કરતા પણ જોવા મળ્યા હતા અને પોતાના ચેહરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની જાણકારી આપી છે. વિરલ ભયાણીએ સોનુ સુદનો આ વિડીયો શેર કર્યો છે જેમાં તે મજૂરોને બસમાં બેસાડીને ઘરે મોકલી રહ્યા છે અને બાય-બાય કરતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટમા દેખાડવામાં આવ્યું છે કે,”કર્ણાટકના પ્રવાસી મજૂરોં માટે બસની વ્યસવથા કર્યા પછી સોનુએ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ ના પ્રવાસી મજૂરો માટે એકવાર ફરીથી ઘરે પહોંચાડવા માટેની વ્યસવથા કરી હતી.”

આ બાબત વિશે વાત કરતા સોનુ સુદે કહ્યું કે,”મારા માટે આ ખુબ જ ભાવુક યાત્રા રહી છે. આ પ્રવાસીઓને પોતાના ઘેરેથી દૂર રસ્તાઓ પર ભટકતા જોઈને મને ખુબ જ દુઃખ થયું. હું આ કામ ત્યાં સુધી યથાવત રાખીશ જ્યા સુધી છેલ્લો પ્રવાસી પોતાના ઘર સુધી પહોંચી ન જાય.” બસની વ્યવસ્થા કરવાની સાથે સાથે સોનુ સુદે યાત્રા દરમિયાન મજૂરોના ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરી હતી.

જણાવી દઈએ કે સોનુ સુદ પંજાબના ડોક્ટર્સને 1,500 પીપીઈ કીટ્સ પણ ડોનેટ કરી ચુક્યા છે. આ સિવાય રમજાનના મૌકા પર ભીવંડીના હજારો પ્રવાસીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. તેની પહેલા પણ સોનુ સુદ મુંબઈ સ્થિત પોતાની આલીશાન હોટેલ પણ મેડિકલ સ્ટાફને રહેવા માટે અને કોરોનાને લગતી અન્ય મદદ માટે ખુલ્લી કરી ચુક્યા છે.
જુઓ સોનુ સુદનો પ્રવાસીઓને મદદ કરી રહેલો વિડીયો….
કોરોના વાયરસ સામે આખો વિશ્વ લડી રહ્યું છે. કોરોના વાયરસ સામે લડવા માટે ડોક્ટર, પોલીસ, પત્રકારો અને કોરોના વોરિયર્સ તેની ભૂમિકા નિભાવે છે. કોરોના જેવી મહામારી સામે લડવા માટે બૉલીવુડ સેલેબ્સ પણ મદદ કરી રહ્યા છે. બૉલીવુડ એક્ટર સોનુ સુદ પણ કોરોના જેવી મહામારી સામે લડવા માટે હર સંભવ કોશિશ કરી રહ્યા છે. સરકાર પણ મદદની સાથે-સાથે જરૂરિયાત મંદોના ખાવા-પીવાનું તેના ઈલાજ અને મુંબઈમાં ફસાયેલા પ્રવાસીઓ મજૂરોને ઘર પરત મોકલવામાં પણ મદદ કરી રહ્યા છે, અત્યારસુધીમાં સેંકડો મજૂરોને ઘરે પહોંચાડ્યા છે. આ સાથે જ તે સોશિયલ મીડિયામાં પણ મદદ માંગનારા લોકોને સહાયતા કરે છે. સોનુ સુદનાં આ પગલાંની લોકો તારીફ કરી રહ્યા છે.
View this post on Instagram
આ દરિયા દિલ એકટર સોનુ સુદ ઈશ્વરને જ કર્મ માને છે. ટ્વીટર પર જયારે તેની પ્રંશસા કરવામાં આવી ત્યારે તેને કહ્યું હતું કે, કોણ છું મદદ કરવાવાળો. મદદ તો ઉપરવાળો કરે છે. હું તો ખાલી નિમિત્ત છું.
पैदल क्यों जाओगे दोस्त?? नम्बर भेजो। https://t.co/48vflmw4DA
— sonu sood (@SonuSood) May 22, 2020
સોનુએ બિહારના ઘણા મજૂરોને અગાઉ પણ તેમના ઘરે મોકલ્યા હતા. જે લોકો ટ્વિટર દ્વારા તેમનો સંપર્ક કરી રહ્યા છે, તે પણ સોનુ દરેકની મદદ કરી રહ્યો છે. તેમણે તબીબી કાર્યકરો માટે મુંબઈના જુહુ સ્થિત હોટલના દરવાજા પણ ખોલ્યા હતા. આ પહેલા જ્યારે દેશ લોકડાઉન હેઠળ હતો ત્યારે તેણે તેમના પિતા શક્તિ સાગર સૂદના નામે એક યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત તે દરરોજ 45 હજાર લોકોને ખવડાવતો હતો.
भई चक्कर लगाना बंद करो और Relax करो। दो दिन में बिहार में अपने घर का पानी पियोगे। details भेजो❣️ https://t.co/Ygne5gPuGz
— sonu sood (@SonuSood) May 22, 2020
સોનુ સૂદે જણાવ્યું હતું કે તેઓ માને છે કે આ વૈશ્વિક સંકટ સમયે દરેક ભારતીયને તેના પરિવાર સાથે રહેવાનો અધિકાર છે અને તેથી તેમણે રાજ્યસરકારની મંજૂરી લઈને મદદ કરી હતી.
તાજેતરમાં જ બિહારના એક વ્યક્તિએ ટ્વિટ કર્યું હતું કે અમે 16 દિવસથી પોલીસ ચોકીની ફરતે જઈ રહ્યા છીએ. કોઈ મદદ કરી રહ્યું નથી. અમારે બિહાર જવું છે. આ ટ્વીટનો જવાબ આપતાં સોનુએ કહ્યું, ‘ભાઈ ચક્કર રોકો અને આરામ કરો. બિહારમાં તમારા ઘરનું બે દિવસમાં પાણી પીવો, વિગતો મોકલો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.