મનોરંજન

અમદાવાદના એક વ્યક્તિએ સોનુ સુદ પાસે 70 વર્ષના મહિલા માટે મદદ માંગી, સોનુ સુદે કહ્યું: “તેમની ઈચ્છા હશે તે જગ્યાએ પહોંચી જશે”

અભિનેતા સોનુ સુદ આ લોકડાઉનમાં ઘણા લોકોની મદદ આગળ આવ્યો છે, પ્રવાસી મજૂરો માટે બસની વ્યવસ્થા કરવાની હોય કે પછી બીજા રાજ્યમાં ફસાયેલી મહિલાઓને પ્લેન દ્વારા પોતાના વતન પહોચવવાની હોય, સોનુ સુદ દ્વારા એવું કામ કરવામાં આવ્યું જે સરકાર પણ નથી કરી શકી, મદદ લેનારાઓ માટે તો સોનુ આજે ભગવાન છે જ પરંતુ સોશિયલ મીડિયામાં પણ સોનુના વખાણ જોર શોરથી થતા જોવા મળે છે.

Image Source

હાલમાં જ અમદાવાદના એક વ્યક્તિએ ટ્વીટર ઉપર એક કરી હતી જેમાં એક મહિલા મુંબઈના રેલવે સ્ટેશન ઉપર બેસીને રડી રહી હતી. આ વ્યક્તિએ સોનુ સુદને તે પોસ્ટમાં ટેગ પણ કર્યો હતો. આ પોસ્ટ જોઈને સોનુ સુદ દ્વારા તરત જ મદદ કરવા માટેની વાત જણાવી હતી.

સોનુએ તે ટ્વીટનો જવાબ  આપતા કહ્યું હતું કે તે મહિલા આવતી કાલે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જશે. પોસ્ટમાં જે મહિલાની વાત કરી હતી તે મહિલાના પાંચ દીકરા છે તેમને તે મહિલાને દિલ્હીથી મુંબઈ ઈલાજ કરવા માટે બોલાવી હતી પરંતુ ઈલાજ થઇ ગયા બાદ તે મહિલાને મારી અને કાઢી મૂકી હતી.

Image Source

તે મહિલાએ જણાવ્યું હતું કે તેને પાંચ દીકરા છે પરંતુ તેને કોઈ રાખવા માટે તૈયાર નથી, ઓટીના મૃત્યુ પામ્યા પછી તેમને કોઈ રાખશે નહિ તેવો વિશ્વાસ પણ હતો, તેમના દીકરાઓ તેમને મુંબઈમાંથી કાઢી મૂકી અને તે ચાલીને રેલવે શેટશન સુધી આવ્યા, ત્યાં એક લારી વાળાએ તેમને બિસ્કિટનું પેકેટ, દાળભાત અને પાણીની બોટલ આપ્યા. તેમના દીકરાઓ તેમને ગાંડી ગાંડી કહે છે. તેમના દીકરાને રૂપિયા મળે તો સારું લાગે અને ના મળે તો તેમને મારે છે એવું પણ મહિલાએ જણાવ્યું હતું. આ મહિલાની ઉંમર 70 વર્ષની છે.