મજુરની દીકરી માટે ભગવાન બનીને આવ્યો આ દિગ્ગજ અભિનેતા, 10 દિવસની બાળકીની સર્જરી કરાવી અને આપ્યું નવું જીવન

કહેવાય છે કે ભગવાન દેખાતા નથી, પરંતુ તે કોઈના કોઈ રૂપે મદદ માટે જરૂર આવી જાય છે, જેની ઘણી ઘટનાઓ આપે આપણી આસપાસ જરૂર જોઈ હશે. આવું જ કંઈક જોવા મળ્યું એક મજુર પરિવાર સાથે. જેમના માટે એક અભિનેતા ભગવાન બનીને આવ્યો અને તેમની 10 દિવસની બાળકીની સફળ સર્જરી કરાવી તેને એક નવું જીવન આપ્યું.

આ અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ જે લોકડાઉનમાં હજારો લોકો માટે ભગવાન રૂપ  સાબિત થયા તે સોનુ સુદ છે. અભિનેતા સોનુ સુદે હૃદયમાં કાણા વાળી દીકરીને એક નવું જીવન આપ્યું. સફળ ઓપરેશન બાદ રવિવારના રોજ મુંબઈની હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી અને બાળકી તેના ઘરે પહોંચી ગઈ.

બાળકીના ઘરે પહોંચવા ઉપર પરિવારના લોકોની ખુશીનું ઠેકાણું ના રહ્યું. પરિવાર દ્વારા સોનુ સુદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ માસુમ બાળકીના હૃદયમાં કાણું હોવાના કારણે પરિવાર ખુબ જ ચિંતામાં હતો. તેમને એ વાતનો પણ ડર હતો કે હવે બાળકી જીવતી રહેશે કે કેમ. ખાનગી  હોસ્પિટલની અંદર સારવાર માટે 8 લાખ રૂપિયા ખર્ચ જણાવવામાં આવ્યો. જે મજૂરી કરવા વાળા આ પરિવાર માટે શક્ય નહોતું.

જયારે આ પરિવારની પીડા સોશિયલ મીડિયા દ્વારા અભિનેતા સોનુ સુદ પાસે પહોંચી ત્યારે તરત જ સોનુ સુદે આ બાળકીની સારવાર કરવાની વ્યવસ્થા કરાવી દીધી. આ ઉપરાંત બાળકીની સારવાર માટે લગભગ 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો. બાળકી જયારે સ્વસ્થ થઇ અને ઘરે પહોંચી ત્યારે તિલક લગાવીને તેનું સ્વાગર કરવામાં આવ્યું અને આરતી પણ ઉતારવામાં આવી.

તો આ બાબતે બાળકીના પિતા ભગારામનું કહેવું છે કે સોનુ સુદનાં કારણે તેમની દીકરીને નવું જીવન મળ્યું છે. તે જો ના હોતા તો આ બાળકીને કોઈ બચાવી શકતું નહિ. આ જીવન તેમને આપ્યું છે. તમને જણાવી દઈએ કે સોનુ સુદ દ્વારા જે બાળકીની મદદ કરવામાં આવી હતી તે બાળકીનું નામ પણ પરિવાર દ્વારા સોનુ રાખવામાં આવ્યું છે.

સોનુ સુદ ફાઉન્ડેશનના એક સદસ્ય હિતેશ જૈનના જણાવ્યા અનુસાર 10 જૂનના રોજ બાળકીના પિતાની સાથે તેને એમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવી. જ્યાં મુંબઈની એચઆરસીસી હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવી. 14 જૂનના રોજ બાળકીની સફળ સર્જરી થઇ ગઈ જેના 6 દિવસ સુધી તેને ચિકિત્સકોની દેખરેખમાં રાખવામાં આવી. 20 જૂનના રોજ ત્રણવાર કરવા અને સ્વાસ્થ્ય રિપોર્ટ આવવા ઉપર રવિવારે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

Niraj Patel