કોરોના વાયરસ ફેલાયાનો એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે છતાં પણ આ મહામારી ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. લોકડાઉનના સમયમાં સૌથી વધારે સમસ્યાઓ એવા લોકોને આવી હતી કે જેઓ પોતાના ઘરથી દૂર અન્ય રાજ્યોમાં કામ કરી રહ્યા હતા. જો કે તે સમયે આવા લોકોના મસીહા બનીને આવ્યા હતા અભિનેતા ‘સોનુ સુદ’.

સોનુ સુદએ કોરોના કાળમાં ગરીબ લોકોની મદદ કરીને દરેકનું દિલ જીતી લીધું હતું. આજે સોનુ સુદનાં લાખો ચાહકો બની ગયા છે અને લોકો સોનુને દુવાઓ પણ આપી રહ્યા છે. લોકડાઉનના શરુઆતથી આજ સુધી સોનુ જરીરિયાતમંદ લોકોની મદદ કોઈ સ્વાર્થ વગર કરતા આવ્યા છે.

સોનુએ હજારો લોકોને પોતાના ઘર-પરિવાર પાસે પહોંચાડવા માટે બસ-ટ્રેનની વ્યવસ્થા પણ કરી આપી. આ સિવાય એક વાર તો તેમણે અમુક સમય માટે એરપોર્ટ પણ ખોલાવડાવ્યું હતું જેથી લોકો પોતાની મંઝિલ સુધી પહોંચી શકે.

લોકોની મદદ બદલ સોનુ સુદનાં આજે લાખો ચાહકો છે.એમાંનો જ તેનો ચાહક સોનુને મળવા માટે બિહારના બેગુસરાયથી મુંબઈ આવવા માટે સાઇકલ લઈને નીકળો પડ્યો છે. તેના આ ચાહકનું નામ અરમાન છે.

મુંબઈ માટે રવાના થતા પહેલા અરમામેં બિહારની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમણે લાખો પ્રવાસીઓની મદદ કરી છે અને હું તેનો આભાર માનવા અને ગળે લગાડવા માંગુ છું. આ વાતની જાણ સોનુંને થતા જ તે ખુબ જ ભાવુક થઇ ગયા અને ત્રણ ટ્વીટ પણ કરી.

સોનુએ ટ્વીટમાં કહ્યું કે,”તેનો ચાહક બિહારથી મુંબઈ સાઇકલ લઈને નીકળો છે. હું તેને ટ્રેક કરી રહ્યો છું. હાલના સમયે તે વારાણસીમાં છે, હું તેને અપીલ કરું છું કે તે છેક મુંબઈ સુધી સાઇકલ ન ચલાવે. ફલાઇટ લઈને વારાણસીથી મુંબઈ પહોંચી જાય હું ફ્લાઇટ બુક કરું છું અને તેને મુંબઈથી બિહાર ફ્લાઇટ દ્વારા જ મોકલી દઈશ”. ખાસ વાત એ છે, અરમાન એકલોજ જ નહીં પણ તેની સાયકલ પણ મુંબઈ આવશે. સોનૂ સૂદે અરમાન અને તેની સાયકલની પટના જવા માટેની ફ્લાઈટની ટીકિટનું બુકિંગ પણ કરાવી દીધું છે. સોનૂ સૂદે કહ્યું હતું કે, સાયકલ સાથે તેને એટલ બધો લગાવ છે તો તેને અધવચ્ચે કેવી રીતે છોડી શકે?

જણાવી દઈએ કે સોનુ પોતાની ઑટોબાયોગ્રાફી લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ પુસ્તક આગળના મહિને લોન્ચ થઇ શકે તેમ છે. પુસ્તકનું ટાઇટલ ‘મૈં મસીહા નહિ’ છે. આ પુસ્તકમાં સોનુએ પોતાના જીવનમાં તે સફરનો ઉલ્લેખ કર્યો છે જેના પછીથી તેને મસીહા કે સુપરહીરોના નામથી જાણવામાં આવવા લાગ્યા.