ખબર

જેની સાથે પણ કર્યા લગ્ન, તેનું થયું એન્કાઉન્ટર, લેડી ડોન સોનુ પંજાબન આ રીતે કરતી છોકરીઓની જિંદગી બરબાદ

સુંદર છોકરીઓના જીવનને નર્ક બનાવીને આ લેડી ડોન જીવે છે વૈભવી જીવન, અત્યારે એવો કાંડ કર્યો કે

હાલમાં જ x રેકેટ માટે પ્રખ્યાત લેડી ડોન સોનુ પંજાબને આત્મહત્યા કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે તે હવે ખતરાની બહાર છે. દિલ્હી દ્વારકા કોર્ટ દ્વારા એક મામલામાં દોશી પુરવાર થવા ઉપર સોનુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં તેને જેલમાં જ કોઈ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આજે પોતાનો જીવ આપનારી સોનુ પંજાબને કેટલીક છોકરીઓનું જીવન બરબાદ કરી નાખ્યું છે.

Image Source

સોનુ પંજાબનને પૈસા અને પાવરનો નશો એવો ચઢ્યો હતો કે આ કામ માટે તેને સૌથી જુના ધંધાની પસંદગી કરી અને એટલું જ નહીં તેને આ ધંધાનું માળખું બદલીને એક કંપની પણ ઉભી કરી દીધી.

Image Source

સોનુ પંજાબનનું અસલી નામ ગીતા અરોડા છે. તે મૂળ હરિયાણાના રોહતકની રહેવાસી છે. તેના પિતા રોજગારની શોધમાં દિલ્હી આવ્યા હતા અને તેઓ દિલ્હીમાં ઓટો રીક્ષા ચાલવતા હતા. ગીતાએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેને બ્યુટી પાર્લર ખોલ્યું હતું.

Image Source

એવું કહેવામાં આવે છે કે એક મર્ડર કેસની અંદર નામ આવ્યા બાદ હરિયાણાના નામી ગેંગસ્ટર વિજય સાથે તેને લવ મેરેજ કર્યા હતા. વિજય યુપીના હિસ્ટ્રીશીટર પ્રકાશ શુક્લની નજીક હતો. જેનું 1998માં યુપીના ગાજિયાબાદમાં એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ યુપી STF દ્વારા વિજયને હાપુડમાં એન્કાઉન્ટર દરમિયાન મારી નાખવામાં આવ્યો હતો.

Image Source

વિજયના એન્કાઉન્ટર બાદ ગીતાએ દિપક નામના એક અપરાધી સાથે લગ્ન કરી લીધા. વર્ષ 2003માં આસામ પોલીસે દીપકનું પણ એન્કાઉન્ટર કર્યું હતું.

Image Source

ત્યારબાદ ગીતાએ દીપકના જ ભાઈ હેમંત સાથે લગ્ન કર્યા, આ લગ્ન બાદ ગીતા સોનુ પંજાબન બની ગઈ હતી. વર્ષ 2006માં હેમંતનું પણ એન્કાઉન્ટર થઇ ગયું. હેમંતના એન્કાઉન્ટર બાદ સોનુ પંજાબન તેના દોસ્ત અશોક બંટીની નજીક ચાલી ગઈ, અશોકે જ તેને દેહવ્યાપારના વ્યવસાયનો આઈડિયા આપ્યો હતો.

Image Source

થોડા સમય બાદ અશોકનું પણ એન્કાઉન્ટર થઇ ગયું. અશોકના એન્કાઉન્ટર પછી સોનુ પંજાબને પોતાના ધંધાને ઘણો જ ઉપર પહોંચવી દીધો હતો.

Image Source

ફટાફટ અંગ્રેજી બોલનારી સોનુ પંજાબનનો પાપનો ઘડો એક દિવસ ભરાઈ જ ગયો અને તે પોલીસના હાથમાં લાગી ગઈ, હવે તે જેલમાં પોતાની સજા કાપી રહી છે.