પોતાની સાથે થયેલ ધક્કા-મુક્કી પર જુઓ શું બોલ્યો સોનુ નિગમ, જણાવ્યુ કેમ અને કોણે કર્યો હુમલો- જુઓ વીડિયો

સેલ્ફી પર ભડક્યા સોનુ નિગમ, શોમાં હાથાપાઇની હકિકત પોતે જણાવી

સિંગર સોનુ નિગમના મુંબઇ કોન્સર્ટ દરમિયાન સેલ્ફી લેવાને લઇને વિવાદ થઇ ગયો હતો અને આ દરમિયાન ધક્કા મુક્કી પણ થઇ જેમાં સોનુ નિગમના એક સહયોગીને ઇજા થઇ હતી. આ મામલો સોમવાર રાતનો છે. સોનુ નિગમ તરફથી આ મામલામાં ઉદ્ધવ ઠાકરેના જુથના શિવશેના વિધાયકના દીકરા વિરૂદ્ધ મામલો દાખલ કરાવવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. સોમવારે રાત્રે ચેમ્બુરમાં ચેમ્બુર ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો. સિંગર સોનુ નિગમ લાઈવ પર્ફોર્મન્સ આપવા આવ્યો હતો.

જ્યારે સોનુ નિગમ પોતાની ટીમ સાથે પર્ફોર્મન્સ બાદ જઈ રહ્યો હતો ત્યારે સીડીથી નીચે ઉતરતી વખતે તેની અને તેની ટીમ સાથે ધક્કામુક્કી થઈ હતી. આ દરમિયાન સોનુ નિગમની ટીમનો એક સભ્ય સીડી પરથી નીચે પડ્યો હતો અને પછી ઘટનાસ્થળે હંગામો મચી ગયો હતો. આ મામલે ઉદ્ધવ જૂથના ધારાસભ્ય પ્રકાશ ફટરપેકરના પુત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ સોનુ સોમવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપી વિરુદ્ધ FIR નોંધાવી. જો કે, હજુ સુધી આરોપી પકડાયો નથી.

આ ઘટના ચેમ્બુર ફેસ્ટિવલના ફિનાલે દરમિયાન બની હતી. સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યા હતા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધારાસભ્ય પ્રકાશ ફટ્ટરપેકરના પુત્રએ પહેલા સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક કરી હતી. બાદમાં જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પહેલા ગાયકના બોડીગાર્ડને ધક્કો માર્યો અને પછી સોનુને પણ ધક્કો માર્યો. ડીસીપીએ જણાવ્યુ કે, આરોપીનું નામ સ્વપ્નિલ ફટરપેકર છે. સોનુએ કહ્યું, ‘કોન્સર્ટ પછી હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ સ્વપ્નીલે મને પકડી લીધો.

પછી તેણે મને બચાવવા આવેલા હરી અને રબ્બાની (સાથીદારો)ને ધક્કો માર્યો. આ મામલે મેં ફરિયાદ નોંધાવી છે જેથી લોકો બળજબરીથી સેલ્ફી લેવાનું અને ઝપાઝપી કરવાનું વિચારે નહીં. જો ત્યાં લોખંડનો સળિયા કે કંઇ હોત તો રબ્બાનીનું મોત પણ થઈ શક્યું હોત. તેને જે રીતે ધક્કો મારવામાં આવ્યો તે તમે વીડિયોમાં જોઈ શકો છો. ડીસીપીએ કહ્યું કે, ‘મેં સોનુ નિગમ સાથે વાત કરી છે. આરોપી ખરેખર સેલ્ફી લેવા માંગતો હતો કે બીજું કોઈ કારણ હતું તે જાણવા માટે હજુ સુધી અમને આવા કોઈ પુરાવા મળ્યા નથી. અમે કારણ જાણવા તપાસ કરી રહ્યા છીએ.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે આ કોઈ હુમલો નથી. સ્થાનિક ધારાસભ્યનો પુત્ર તેના પ્રદર્શન પછી સોનુ નિગમ સાથે સેલ્ફી લેવા જઈ રહ્યો હતો, પરંતુ સોનુના બોડીગાર્ડે તેને અટકાવ્યો કારણ કે તે તેને ઓળખતો ન હતો. આ બાબતે તેમની વચ્ચે નાની મોટી બોલાચાલી થઈ હતી. જેના કારણે એક-બે લોકો સ્ટેજ પરથી પડી ગયા હતા.

આ દરમિયાન ધારાસભ્યની પુત્રી અને બીએમસીના પૂર્વ કોર્પોરેટર વચ્ચે આવીને તેમને રોક્યા હતા. આ પછી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સોનુ નિગમ સાથે ગઈકાલે રાત્રે મારામારી બાદ તેના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, સોનુ નિગમ અત્યારે તેના ઘરે હાજર નથી. પરંતુ તેમની સુરક્ષા માટે ઘરે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Akhabar (@official_akhabar)

Shah Jina