લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ચોંકાવનારા છે, પરંતુ સૌથી મોટી ઉથલપાથલ અયોધ્યામાં જોવા મળી, જ્યાં રામ મંદિરના નિર્માણને કારણે ભાજપને હારનો અંદાજ નહોતો, પણ સમાજવાદી પાર્ટીએ ત્યાં BJPને હરાવ્યા. અયોધ્યામાં ભાજપની હાર પર સોનુ નિગમે ટ્વિટર પર એક એવી પોસ્ટ શેર કરી કે જે બાદ ઘણા લોકો સિંગરને ટ્રોલ કરી રહ્યા છે.
સોનુ નિગમે ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યુ- ‘જે સરકારે સમગ્ર અયોધ્યાને રોશન કર્યું, નવું એરપોર્ટ આપ્યું, રેલવે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. જે પાર્ટીએ આખી મંદિરની અર્થવ્યવસ્થા બનાવી છે તેને અયોધ્યા સીટ પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. શર્મનાક છે અયોધ્યાવાસીઓ…જ્યારે આ ટ્વિટ લાઈમલાઈટમાં આવી તો લોકોએ બોલિવુડ સિંગર સોનુ નિગમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
પરંતુ તમને જણાવી દઇએ કે, જે વ્યક્તિએ ટ્વીટ કરી છે તે એક વકીલ છે જેનું નામ પણ સોનુ નિગમ છે…બોલિવૂડ સિંગર સોનુ નિગમને આ ટ્વિટ સાથે કોઈ સંબંધ નથી. સોનુ નિગમ સિંહનું વ્યવસાયે વકીલ છે અને તે બિહારથી આવે છે. તેમની ટ્વિટર પ્રોફાઈલમાં આ વિગતનો ઉલ્લેખ છે. સિંગર સોનુ નિગમને આ ટ્વિટર એકાઉન્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
जिस सरकार ने पूरे अयोध्या को चमका दिया, नया एयरपोर्ट दिया, रेलवे स्टेशन दिया, 500 सालों के बाद राम मंदिर बनवाकर दिया, पूरी की पूरी एक टेंपल इकोनॉमी बनाकर दी उस पार्टी को अयोध्या जी सीट पर संघर्ष करना पड़ रहा है।
शर्मनाक है अयोध्यावासियों!
— Sonu Nigam (@SonuNigamSingh) June 4, 2024