મનોરંજન

દુબઈમાં ફસાયેલા સોનુ નિગમે કર્યું ટ્વીટર એકાઉન્ટ ડીલીટ, કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે મોટાભાગના દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને તેના કારણે ઘણા લોકો જે જગ્યાએ હતા એ જ જગ્યાએ જ ફસાઈ ગયા છે, તેમાંથી એક ગાયક સોનુ નિગમ પણ છે. અને તે હાલમાં દુબઈમાં ફસાઈ ગયો છે. અને તેના કારણે તે ભારત નથી આવી શક્યો.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on

સોનુ નિગમે એક વિડીયો શેર કર્યો છે અને તેમાં તેને આ માહિતી પણ આપી છે. સોનુ નિગમ સોશિયલ મીડિયા ઉપર ઘણો જ એક્ટિવ રહે છે. પરંતુ આ બધા વચ્ચે તેને પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું છે. તેના પછી સોનુ નિગમ ટ્વીટર ઉપર ટોપ ટ્રેડિંગમાં આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on

હાલમાં સોનુ નિગમે 3 વર્ષ પહેલા મસ્જિદમાં થતી અઝાનને લઈ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ટ્વિટમાં તેણે લખ્યું હતું: “મંદિર હોય કે મસ્જિદ ધ્વનિ પ્રદૂષણ ન થવું જોઈએ.” તેણે તેના ઘરની નજીકની મસ્જિદમાંથી આવી રહેલા અઝાનના અવાજનો એક વીડિયો શેર કરીને એમ પણ કહ્યું હતું કે “હું મુસલમાન નથી પરંતુ તેમ છતાં મારે રોજ સવારે અઝાનના આવાજ ઉપર પર ઉઠવું પડે છે. ધર્મની આ જબરદસ્તીનો ભારતમાં અંત થવો જોઈએ.” આ વાતને લઈ ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો અને તેની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.

હાલમાં સોનુ નિગમ દુબઈમાં ફસાઈ ગયો છે અને તેના કારણે જ તેના ચાહકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને તે ક્યાં છે? શું કરી રહ્યો છે? તે સુરક્ષિત તો છે ને ? એવી પોસ્ટ કરી રહ્યા છે. તેને પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડી એક્ટિવેટ કર્યું છે સાથે ઘણા લોકો દુબઇ પોલીસને ટેગ કરીને પણ કહી રહ્યા છે કે: “સોનુને અઝાનની અવાજથી તકલીફ થાય છે તો સાચવજો.” જો કે હજુ સુધી સોનુ નિગમે કેમ પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડીલીટ કર્યું છે તેની કોઈ જાણકારી હજુ મળી નથી.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.