મેરે રશ્કે કમર… ગીત ગાઇ ટ્રોલ થઇ ગઇ નેહા કક્કરની બહેન સોનુ, લોકોને આવી રાનુ મંડલની યાદ

નેહા કક્કરની બહેનને લોકોએ ગંદી રીતે ટ્રોલ કરી, વીડિયો જોઈને તમને પણ સંભળાવશો

ટીવી સિંગિંગ રિયાલિટી શો “ઇંડિયન આઇડલ 12” જયારથી શરૂ થયો છે ત્યારથી તે લાઇમલાઇટમાં છે અને કોઇને કોઇ કારણે ચર્ચામાં પણ રહ્યો છે. આ વખતે શોને જજ કરવા માટે નેહા કક્કરની બહેન સોનુ કક્કર પહોંચી હતી.

હાલમાં જ પ્રસારિત થયેલ એપિસોડમાં નેહાની બહેન સોનુએ તેની જગ્યા લીધી અને તે કંટેસ્ટન્ટને મોટિવેટ કરતી પણ જોવા મળી. એપિસોડ દરમિયાન તેણે એક કંટેસ્ટન્ટ સાથે “મેરે રશ્કે કમર” ગીત ગાયુ અને બસ તેને જ લઇને તે ટ્રોલ થઇ ગઇ.

“ઇન્ડિયન આઇડલ 12″ના કંટેસ્ટન્ટ સવાઇ સાથે મળીને સોનુએ નુસરત ફતેહ અલી ખાનનું મશહૂર ગીત ‘મેરે રશ્કે કમર’ ગાયુ હતુ અને આ પરફોર્મ કરતા સમયે સવાઇ અને સોનુ વચ્ચે કોઇ તાલ મેલ નજર ના આવ્યો અને સોનુ કક્કરની પરફોર્મન્સને લઇને ટ્રોલર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

સોનુ કક્કરના આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, આ ગીતને કેટલુ ખરાબ કરી દીધુ, આનુ આ ગીત સાંભળવા કરતા સાર છે કે અમે અમારા કૂતરાને ભસતા સાંભળી લઇએ. એક અન્ય યુઝરે લખ્યુ કે, સોનુ પ્લીઝ ગીતને ખરાબ ના કરો. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, કોઇ આનુ માઇક મ્યુટ કરી દો. ત્યાં જ કોઇકે કહ્યુ કે, આનાથી તો રાનુ મંડલ સારુ ગાય છે.

 

View this post on Instagram

 

A post shared by Indian idol (@indianidol14)

Shah Jina