મનોરંજન

હવે કેરળમાં ફસાયેલી છોકરીઓ માટે ભગવાન બનીને આવ્યો સોનુ સુદ, 177 છોકરીઓને પ્લેન દ્વારા પહોંચાડી તેમના વતન

બોલીવુડનો અભિનેતા સોનુ સુદ આજકાલ તેના કામને લઈને ખુબ જ ચર્ચામાં રહેતો જોવા મળે છે, ફિલ્મોમાં તો તેના કામની પ્રસંશા થતી જોવા મળે જ છે, પણ હવે તે અસલ જીવનના કામને લઈને ખુબ જ પ્રખ્યાત થવા લાગ્યો છે, પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાનું કામ કરીને સોનુ ઘણા મજૂરો માટે ભગવાન બની ગયો છે ત્યારે ફરી એકવાર સોનુએ એક એવું કામ કર્યું છે જેને લઈને લોકોમાં તેની ચાહના ખુબ જ વધી ગઈ છે.

Image Source

આ વખતે સોનુએ 177 છોકરીઓને ઘરે પહોંચાડી છે, કેરળમાં ફસાયેલી આ 177 છોકરીઓને પોતાના વતન પહોંચાડવા માટે તેને પ્લેનની વ્યવસ્થા કરી અને તમામને પોતાના વતન પહોંચાડી છે.

Image Source

કેરળની એક સ્થાનીય ફેકટરીમાં આ તમામ છોકરીઓ કામ કરતી હતી, જ્યાં તે સિલાઈ અને ભરતનું કામ કરતી હતો, પ્રાપ્ત માહિતી અનુસાર ભુવનેશ્વરમાં રહેલા એક મિત્ર દ્વારા આ છોકરીઓની પરિસ્થિતિ વિષે અવગત કરાવવામાં આવ્યો અને ત્યાર બાદ સોનુએ કોચી અને ભુવનેશ્વર ઍરપોર્ટ અધિકારીઓની પરમિશન મળવાની સાથે જ એક સ્પેશિયલ ઍરક્રાફ્ટ દ્વારા છોકરીઓને ભુવનેશ્વર પહોંચાડવામાં આવી.

Image Source

સોનુની આ દરિયાદિલી માટે રાજ્યસભા સંસદ અમર પટનાયકે પણ તેમનું અભિવાદન કરતા ટ્વીટર ઉપર એક ટ્વીટ કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.” સોનુ સુદ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પ્રસંશનીય છે, તેમને લોકોની જરીરિયાતના સમયે મદદ કરાવી અને તેમને સુરક્ષિત ઘર સુધી પહોંચાડવા અવિશ્વનીય છે.”