તારક મહેતાની ‘સોનુ’ પલક સિધવાની થઇ એટલી ગ્લેમરસ કે તસવીરો જોઇ ટપ્પુ પણ થઇ જશે લટ્ટુ

ડીપ નેક વાળો ડ્રેસ પહેરી ભિડેની દીકરી ‘સોનુ’એ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, જુઓ તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. શોના ચાઇલ્ડ આર્ટિસ્ટને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળે છે. આવું જ શોમાં એક પાત્ર છે, ભિડેની દીકરી સોનુનું.

“તારક મહેતા”માં હોશિયાર અને સીધી-સાદી દેખાતી સોનુ એટલે કે પલક સિધવાની રિયલ લાઇફમાં ઘણી ગોર્જિયસ છે. તેણે હાલમાં જ ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પલક સિધવાનીના આ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.

શોમાં ઘણીવાર સોનુનું પાત્ર નિભાવનાર અભિનેત્રી બદલાઇ ચૂકી છે. હાલ તો કેટલાક વર્ષોથી શોમાં સોનુનુ પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે. પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. પલકે હાલમાં જ તેની કેટલીક તસવીર શેર કરી છે, જેને જોઇને સાબિત થાય છે કે, તે રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે.

પલકના પોઝ કોઇ બોલિવુડ સ્ટાર્સથી કમ નથી. પલકે હાલમાં જે તસવીરો શેર કરી છે, તેમાં તે પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ આઉટફિટ સાથે તેણે ગળામાં નેકલેસ પહેર્યુ છે અને વાળને ખુલ્લા રાખ્યા છે, તેમજ મિનિમલ મેકઅપ કર્યો છે. આ આઉટફિટમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.

સોનુએ ગુલાબના ફુલ સાથે પણ પોઝ આપી તસવીર ક્લિક કરાવી છે. આ તસવીરોમાં તે બિલકુલ પ્રિસેંસ જેવી લાગી રહી છે. તેની આ તસવીરો પર તો ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.પલક રિયલ લાઇફમાં ઘણી સ્ટાઇલિશ અને ખૂબસુરત છે. મીડિયા રીપોર્ટ્સની માનીએ તો સોનુને મંથલી 20થી 30 હજાર રૂપિયા મળે છે.

તારક મહેતામાં ટપ્પૂ સેનાને બધા જ ઓળખે છે, આ ટપ્પૂ સેનાની ખાસ ભ્ય છે સોનાલિકા ભિડે ઉર્ફ સોનૂ. છેલ્લા વર્ષોમાં ઘણીવાર આ ટીવી શો માં સોનૂ કેરેકટર ભજવનાર અભિનેત્રી બદલાય ચુકી છે. અત્યારે સોનૂની ભૂમિકા પલક સિંધવાની નિભાવી રહી છે.

પલક સિંધવાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા આજે દરેક ઘરમાં જોવાય છે અને તેને કલાકારોએ લોકોના મનમાં પોતાની એક અલગ જ છાપ છોડી છે. તેના કલાકારો દરેક લોકોના દિલ પર રાજ કરે છે.

આ શોમાં સોનુનું પાત્ર ભજવનારી પલક સિધવાનીને લોકોએ ખુબ જ પસંદ કરી છે એન તેને પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. પલક સિધવાનીએ પોતાની કમાઈથી થોડા સમય પહેલા જ એક ચમચમાતી બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે. જણાવી દઈએ કે આ કાર તેના પરિવારની પહેલી કાર છે અને તેને પોતાના પિતાના જન્મ દિવસ પર આ ગાડી તેમને ગિફ્ટમાં આપી છે. આ અભિનેત્રી માટે ખુબ જ ગર્વની વાત છે.

પલક ઘણા લાંબા સમયથી પોતાના પિતાને આ ગાડી ગિફ્ટમાં આપવા માંગતી હતી. તેને પોતાના યૂટ્યૂબ ચેનલમાં પણ આ વાત જણાવી હતી. તેના પરિવારના લોકોને આ વાતની જાણ પણ ન હતી કે તેને આ ગાડી ખરીદી છે. આ દરમિયાન પલકની માતા ઈમોશનલ થઇ ગયા હતા ત્યારે પલક તેની માતાના ગળે લાગીને તેને કહે છે કે આ કાર તેમને રોવડાવવા માટે નહીં પણ હસાવવા માટે લીધી છે.

પલકે આ કાર સાથેની તસવી તેને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ તસવીર શેર કરતા લખ્યું હતું કે, હું તમારા પ્રેમ અને સપોર્ટથી જ અહીં સુધી પહોંચી છું. આ ખુશખબર તમારી સાથે શેર કરું છું. તમારો આશીર્વાદ બનાવી રાખજો. તારક મેહતાના અંજલિ ભાભી તથા ઇન્ડસ્ટ્રીના બીજા કલાકારોએ પણ કોમેન્ટમાં શુભકામના આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksindhwani)

Shah Jina