જે સોહેલ ખાનને દીકરા જેવો માનતી હતી તેણે જ ન્હાતા સમયે બનાવી લીધો વીડિયો અને બળજબરીથી સુખ માણ્યું

જો જો મિત્રને ઘરે બોલાવતા પહેલા ચેતી જજો: મિત્રએ મિત્રની મમ્મીનો ગંદો વીડિયો ઉતારી વારંવાર બળાત્કાર કર્યો અને છેલ્લે કંટાળીને…

દેશભરમાંથી મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવકો સગીર યુવતિઓને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે તો ઘણા મોટી ઉંમરની મહિલાઓ પર દુષ્કર્મ આચરતા હોય છે. ઘણીવાર કોઇ ગંદી હરકત બાદ મહિલાને બ્લેકમેલ કરી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવતુ હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે મિત્રની માતાનો ગંદો વીડિયો બનાવ્યો અને પછી તેને વાયરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપી પીડિતાના પુત્રનો મિત્ર છે. જે મહિલાને વીડિયો અને ફોટોના નામે બ્લેકમેલ કરતો હતો.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક યુવકે મિત્રની માતાનો ગંદો વીડિયો બનાવ્યો અને પછી તેને વાયરલ કરવાની ધમકી આપી મહિલા પર એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો. આરોપી મહિલાને વીડિયો અને ફોટોના નામે બ્લેકમેલ કરતો હતો. તેણે પીડિતા પાસેથી 25 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. જ્યારે મહિલાએ તેની જબરદસ્તીનો વિરોધ કર્યો તો તેણે તેની સાથે મારપીટ પણ કરી. બાદમાં નારાજ થઈને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બહોદાપુર વિસ્તારની રહેવાસી 38 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી છે. 2 વર્ષથી તેના ઘરે મિત્ર સોહેલ ખાન પુત્ર શાકિલ ખાનનું આવવા-જવાનું હતુ. તે પણ તેને દીકરો માનતી હતી.આ દરમિયાન સોહેલે તેનો ન્હાતા સમયનો વીડિયો બનાવ્યો અને અન્ય વાંધાજનક ફોટો-વિડિયો પણ ઉતાર્યા. એક વર્ષ પહેલા તેણે આ વીડિયો બતાવીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વીડિયો વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપીને બળાત્કાર શરૂ કર્યો હતો.મહિલાનું કહેવું છે કે આ પછી જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે ઘરે આવીને સંબંધ બાંધતો. ક્યારેક વીડિયો વાયરલ કરવાની તો ક્યારેક પુત્ર અને પતિને મારી નાખવાની તે ધમકી આપતો હતો.

મહિલાએ પોલીસને જણાવ્યું કે આરોપી તેના પર તેના પતિને છોડવા માટે દબાણ કરી રહ્યો હતો. જે બાદ તે નારાજ થઈ ગઈ અને આ ઘટના તેના પતિને જણાવી. જ્યારે પતિએ સોહેલને સમજાવવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. જ્યારે મહિલાનો ભાઈ તેને સમજાવવા ગયો તો તેણે તેની સાથે મારપીટ પણ કરી. તેણે ધમકી પણ આપી હતી કે જો તે સાંભળશે નહીં તો તે તેના પતિ અને પુત્રને મારી નાખશે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે. હાલ આરોપી ફરાર છે.

Shah Jina