મનોરંજન

સોનપરીની ‘સોના આન્ટી’ 19 વર્ષ બાદ દેખાઈ છે કંઈક આવી, જુઓ ફોટા એક ક્લિકે

સોના આન્ટીનું ફિગર અત્યારે આટલું હોટ છે, નવી તસ્વીરો જોઈને ચોંકી જશો…

આપણે બાળપળમાં ‘સોનપરી’ સિરિયલ તો જરૂરથી જોઈ હશે.પરંતુ ઘણા ઓછા લોકોને ખબે હશે કે તેમાં સોનપરીનો રોલ નિભાવતી સોના આંટી એટલે કે મૃણાલ કુલકર્ણી આજકાલ શું કરે છે? આવો જાણીએ

મૃણાલ કુલકર્ણીનો જન્મ 21 જૂન 1971માં થયો હતો. સિરિયલ સિવાય મૃણાલ ઘણા બૉલીવુડ અને મરાઠી ફિલ્મમાં જોવા મળી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે એક પણ ફિલ્મમાં કે સીરિયલમાં જોવા મળી નથી.

મૃણાલે 16 વર્ષની ઉંમરમાં મરાઠી સિરિયલ સ્વામીથી ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલમાં તેણીએ પેશ્વા માધરાવની પત્ની રમાબાઈ પેશ્વાની કિરદાર નિભાવ્યું હતું.

નાની ઉંમરમાં એક્ટિંગની શરૂઆત કર્યા બાદ પણ તેને એક્ટિંગમાં ખાસ કોઈ રુચિ ના હતી. આ વચ્ચે તેણીને વારંવાર એક્ટિંગની ઓફરો આવતી હતી. 1994માં મૃણાલે એક્ટિંગ ક્ષેત્રમાં પગ મુક્યો હતો.


મૃણાલે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. જેમાં શ્રી કાંત, મરાઠા, ધ ગ્રેટ મરાઠા, દ્રૌપદી, હસરતે, મીરાંબાઈ,ટીચર,સ્પર્શ અને સોનપરીનો સમાવેશ થાય છે.સિરિયલની સાથે જાહેરાતમાં પણ તેનો ચહેરો જાણીતો બની ગયો છે.

બોલીવુડની વાત કરવામાં આવે તો મૃણાલે આશિક,કુછ મીઠા હો જાએ, મેડ ઈન ચાઈના અને રામ ગોપાલ વર્માની આગ જેવી ફિલ્મમાં રોલ કર્યો હતો. મૃણાલે ડાયરેક્શનમાં હાથ અજમાવ્યો હતો. તેની પહેલી મરાઠી ફિલ્મ પ્રેમ માંઝે પ્રેમ આસ્થા ડાયરેક્ટ કરી હતી.

મૃણાલે ગ્રેજ્યુએટ પૂરું કર્યા બાદ તેની નજીકના દોસ્ત રુચિર કુલકર્ણી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. હાલમાં મૃણાલ પરદા પર ઓછી જોવા મળે છે. તે છેલ્લે 2018માં મરાઠી ફિલ્મ યે રે યે રે પૈસામાં જોવા મળી હતી.

90ના દાયકાનો લોકપ્રિય શો SONPARI હતો. આ શોના ફેન મોટાભાગના બાળકો હતા. વર્ષ 2000માં શરૂ થયેલ આ શોના લોકો દીવાના થઇ ગયા હતા. આ શો 2004 સુધી ચાલ્યો હતો. આ જ શોમાં આવતી હતી ફ્રુટી જેને ઘણા વર્ષો બાદ તમે જોશો તો ઓળખી પણ નહિ શકો.

તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ મૃણાલ કુલકર્ણીનો જન્મ 21 જૂન, 1968ના રોજ થયો હતો. તેના મમ્મી પપ્પા પુણે યૂનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેણે પણ પોતાનું માસ્ટર્સ ત્યાં જ પુરું કર્યુ. તેના કારકિર્દીની શરુઆત 16 વર્ષની ઉંમરે જ થઈ ગઈ હતી.

તેણે એક મરાઠી ટીવી સિરીયલમાં રમાબાઈ પેશવાનો રોલ કર્યો હતો. આ રોલ નિભાવ્યા પછી તે ઘણી ફેમસ થઇ હતી.