વિદેશથી લોકોને મફતમાં લવાયા હતા હવે ભેદભાવ કેમ? મજૂરોનો લઈને સોનિયા ગાંધી કહી આ વાત

0

હાલ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોના કેસને કારણે દેશમાં ત્રીજી વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં ત્રીજી વાર લોકડાઉન થતા મજૂરો તેના વતન જવા રવાના થયા છે. દેશમાં ચાલી રહેલી મહામારીમાં ઘણા મજૂરો લાંબા સમય સુધી ફસાયેલા હતા. હવે તેમને એક મહિના પછી ઘરે જવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે મજૂરોનો રેલવે ખર્ચ તેમની પાસે જ વસુલવાનો નિર્ણય કર્યો છે.

Image source

આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે એલાન કર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતવાળા મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે. સોનિયા ગાંધીએ આ અંગે ટ્વીટ કર્યું હતું.

સોનિયા ગાંધીએ કહ્યું છે કે, ‘કામદાર અને કામદારો દેશની કરોડરજ્જુ છે. તેમની મહેનત અને બલિદાન એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન થવાને કારણે લાખો મજૂરો અને મજૂરો ઘરે પાછા ફરવા વંચિત રહ્યા હતા.

એક બાજુ રેલ મંત્રાલય મજૂરોનું ભાડું વસૂલી રહી છે તો બીજી તરફ રેલ્વે મંત્રાલય વડા પ્રધાનના કોરોના ફંડમાં 151 કરોડની ની મદદ કરે છે. આ કેટલે અંશે યોગ્ય છે ? તો આ વિનાશની ઘડીમાં મફત રેલ મુસાફરીની સુવિધા કેમ આપી શકતા નથી?
સોનિયા ગાંધીએ એ પણ પ્રહાર કર્યા હતા કે ગુજરાતમાં 100 કરોડ રૂપિયા ખર્ચી શકે છે તો મજૂરો માટે કેમ નહીં ?

Image source

વધુમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને આપણી ફરજ માની મફતમાં મુસાફરી કરાવીએ છીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.