પ્રેમિકાને પહેલા કેનેડાથી બોલાવી અને પછી હત્યા કરી લાશ ફાર્મહાઉસમાં દાટી દીધી, મહિનાઓ બાદ આવી રીતે થયો ખુલાસો

કેનેડાથી બોલાવી બંધાવી રાખડી, પછી લગ્ન કરીને ધરબી દીધી ગોળી; લાશ સાથે આવું એવું કર્યું…આ રીતે થયો ખુલાસો

ગુજરાત સમેત દેશભરમાંથી હત્યાના ઘણા ચકચારી કિસ્સા સામે આવે છે, જે સાંભળી કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જાય. ત્યારે હરિયાણાના સોનીપત જિલ્લામાં એક યુવતિની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જૂન 2022માં કેનેડાથી મૃતક યુવતિને તેના પ્રેમીએ બોલાવી અને પછી તેની ગોળી મારી હત્યા કરી દીધી. એટલું જ નહિ આરોપીએ તેની લાશને ફાર્મ હાઉસમાં દફનાવી દીધો. અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલતી વખતે પોલીસે આરોપી સુનીલ ઉર્ફે શિલ્લાની નિશાનદેહી પર એક ફાર્મ હાઉસમાંથી યુવતિના મૃતદેહના અવશેષો કબજે કર્યા છે.

રોહતકના બાલંદ ગામની મોનિકા કેનેડામાં રહેતી હતી. મોનિકાને સોનીપતના ગુમડ ગામના રહેવાસી સુનીલ સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે સુનિલે જાન્યુઆરી 2022માં મોનિકાને સોનીપતમાં મળવા બોલાવી હતી. સુનીલને મળતા પહેલા મોનિકા રોહતકના બાલંદ ગામમાં તેના ઘરે આવી હતી. જ્યારે મોનિકા 22 જાન્યુઆરી 2022ની સાંજે તેના ઘરે પહોંચી નહિ, ત્યારે તેના પરિવારે ગન્નૌર પોલીસ સ્ટેશનમાં પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને ગન્નૌર પોલીસે પહેલા આ મામલાની તપાસ કરી પરંતુ તેઓ મામલો ઉકેલી શક્યા ન હતા ત્યારે રોહતક રેન્જના તત્કાલિન આઈજીએ આ મામલાની તપાસ માટે ભિવાની સીઆઈએ-2ની નિમણૂક કરી હતી.

ભિવાની સીઆઈએ-2એ આ મામલાનો ભેદ ઉકેલી નાખ્યો. જ્યારે મોનિકાના પ્રેમી સુનિલ ઉર્ફે શિલાની પ્રથમ ધરપકડ કરવામાં આવી અને પછી જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે સમગ્ર હકિકત જણાવી. આરોપી સુનીલે જણાવ્યું કે તેણે જૂન 2022માં મોનિકાની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને સોનીપત ગામના ગઢી ઝાંઝરા રોડ પર સ્થિત ફાર્મ હાઉસમાં દફનાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની નિશાનદેહી પર ફાર્મ હાઉસમાંથી મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસે હાલ તેના અવશેષોને તપાસ માટે મોકલી આપ્યા છે.

મોનિકા હત્યા કેસમાં સોનીપત પોલીસની નિષ્ફળતા પણ સામે આવી છે. પોલીસે આ મામલો 20 દિવસ સુધી છુપાવી રાખ્યો હતો. ઘર પર હુમલો થયો, CCTV ફૂટેજ સામે આવ્યા, પરિજન એસપીને પણ મળ્યા, પણ 20 દિવસ સુધી પોલીસ જાગી નહીં. બાદમાં જ્યારે મોનિકાના અપહરણનો કેસ નોંધવામાં આવ્યો તો ગિરફતારી ન થઇ. ગૃહમંત્રી અનિલ વિજની દરમિયાનગીરી બાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. માસી રોશનીના ઘર ગાંમ ગુમડમાં રહેતા મોનિકા દિલ્લી યુનિવર્સિટીથી સ્નાતક કરવા સાથે IELTSની તૈયારી કરી હતી અને આ સાથે જ તે કોમ્પ્યુટર કોચિંગ પણ લઇ રહી હતી.

5 જાન્યુઆરી 2022ના રોજ તે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ હતી. સુનિલ સાથે તેની નિકટતા એટલી વધી ગઇ હતી કે સુનીલે તેને કેનેડા ગયાના 17 દિવસ પછી જ 22 જાન્યુઆરીએ ભારત પરત બોલાવી અને બંને એક અઠવાડિયા સુધી સાથે રહ્યા અને પછી 29 જાન્યુઆરી 2022ના રોજ ગાઝિયાબાદના આર્ય સમાજ મંદિરમાં બંનેએ લગ્ન કર્યા. 30 જાન્યુઆરીના રોજ મોનિકા ફરી કેનેડા ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોનિકા સુનીલના પ્રેમમાં એટલી બધી પાગલ હતી કે તેણે કેનેડામાં ભણવાનું છોડી દીધું અને એપ્રિલ 2022માં સુનીલ પાસે પાછી આવી. બંને ઘણી જગ્યાએ ફરવા ગયા હતા.

જૂન 2022માં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સુનીલે તેને ગન્નૌર વિસ્તારમાં ગોળી મારી હત્યા કરી હતી અને તે બાદ લાશને તેણે ફાર્મ હાઉસમાં દાટી દીધી. મોનિકાના પરિવારને ઘણા મહિનાઓ સુધી હત્યાનો ખ્યાલ પણ ન આવ્યો. તેઓ એવું માનતા હતા કે દીકરી કેનેડામાં છે. પરંતુ જૂન બાદ મોનિકાનો તેના પરિવારના સભ્યો સાથે સંપર્ક તૂટી ગયો. આ પછી પરિવારના સભ્યો તેની ચિંતા કરવા લાગ્યા અને 5 મહિના બાદ 26 ઓક્ટોબર 2022ના રોજ ગન્નૌરમાં મોનિકાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. મોનિકાની હત્યા કેસમાં સોનીપત પોલીસની નિષ્ફળતા પણ સામે આવી છે.

Shah Jina