સગા બાપે જ પોતાની 15 વર્ષની દીકરીની ઝેર આપીને કરી નાખી હત્યા, કારણ જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

દીકરીની હત્યામાં માતા-પિતાની ધરપકડ, ખાનગીમાં જ કરી નાખ્યા અંતિમ સંસ્કાર, કારણ જાણીને હચમચી જશો

દેશભરમાં હત્યાના બનાવોએ જોર પકડ્યું છે, ઘણાં એવા કિસ્સા પણ સામે આવે છે કે પરિવારમાં કોઈ આંતરિક વિવાદના કારણે જ પરિવારનું કોઈ સભ્ય અન્ય સભ્યની હત્યા કરી દેતું હોય છે, ત્યારે હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક બાપે પોતાની 15 વર્ષની દીકરીની ઝેર પીવડાવીને હત્યા કરી નાખી.

આ મામલો સામે આવ્યો છે હરિયાણાના સોનીપતમાંથી. જ્યાંના પુરખાસ ગામની અંદર એક વ્યક્તિએ પોતાની 15 વર્ષની દીકરીની હત્યા કરી નાખી. અને તેના બાદ સવારે 5 વાગે કોઈને જણાવ્યા વિના જ તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ગન્નોર પોલીસની ટીમ ગામમાં પહોંચ ઇહતી અને છોકરીના માતા પિતા સાથે પુછપરછ કરી હતી.

પુછપરછ દરમિયાન શંકા થવા ઉપર પોલીસે બંનેને ગન્નોર પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને હત્યાનો મામલો દાખલ કરી અને તેમની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને શુક્રવારના રોજ કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના રિમાન્ડ ઉપર પણ લીધા હતા. જેના બાદ પોલીસે હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આ મામલામાં છોકરીના પિતા મહાસિંહને પોલીસ સ્ટેશન લઇ આવી. આ હત્યાની જાણકારી તેમને ગામના જ કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. છોકરીના પિતાની ધરપકડ બાદ છોકરીની માતા બબીતાની પણ ધરપકડ કરી લેવામાં આવી અને બંને સાથે પુછપરછ પણ કરવામાં આવી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે માતા-પિતાએ પોતાની પુત્રીના ચારિત્ર્ય પર શંકા જતા તેને ઝેરીલો પદાર્થ આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના બાદ તેના મૃતદેહને આખી રાત ઘરના બાથરૂમમાં છુપાવીને રાખ્યો હતો, અને સવારે 5 વાગે કોઈને પણ જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા.

Niraj Patel