પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું શનિવારના રોજ દિલ્હીના એમ્સમાં નિધન થઇ ગયું છે. રવિવારના રોજ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમ વિધિ પહેલા તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભાજપના મુખ્ય કાર્યાલયમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે તેમનો આખો પરિવાર ત્યાં હતો.

પિતાના પાર્થિવ દેહને જોઈને અરુણ જેટલીની દીકરી સોનિયા ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. તે થોડીવાર માતાને વળગીને તો થોડીવાર ભાઈના ખભે માથું મૂકીને રડી રહી હતી.

સોનિયાને રડતી જોઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેને હિમ્મત આપવાની કોશિશ કરી રહયા હતા. જેટલી પરિવાર સાથે જોડાયેલા લોકો અનુસાર સોનિયા હંમેશા પોતાના પિતાની લાડલી રહી છે. વકીલાતથી લઈને રાજનીતિ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર તેઓ સોનિયા સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ પણ કરતા હતા.

પિતાએ ચીંધેલા રસ્તા પર જ સોનિયા આગળ વધી રહી હતી. સામાજિક સેવાથી લઈને વકીલાત ઘણા મહત્વના કામોની જવાબદારી એ સંભાળતી હતી. પરંતુ અરુણ જેટલીની તબિયત ખરાબ થયા બાદ તેમનો આખો પરિવાર આઘાતમાં હતો.

થોડા દિવસ પહેલા જયારે ડોકટરોએ તેમની તબિયતમાં સુધારની જાણકારી આપી હતી, ત્યારે આખો પરિવાર ભગવાનને તેમના જલ્દી જ સ્વસ્થ થઇ જવાની પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે અરુણ જેટલીની બહેનો એમ્સની બહાર દર્દીઓ અને તેમના સગાઓને ભોજન કરાવી પોતાના ભાઈના સ્વસ્થ થવાના આશીર્વાદ પણ માંગી રહી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા અને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રીનું પદ સંભાળનાર અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ તેમની તબિયત લથડતા એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિશેષજ્ઞ ડોક્ટરોની એક ટિમ તેમનો ઈલાજ કરી રહી હતી.

જણાવી દઈએ કે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હતી. તેમનું નિધન ટીશ્યુ કેન્સરને કારણે થયું, જો કે મૃત્યુના 12 કલાક પહેલા તેમને 2 વાર હાર્ટએટેક પણ આવ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks