મનોરંજન

હિમેશ રેશમિયાની પત્ની સોનિયાએ આ મહત્વનો રોલ નિભાવ્યો હતો રામાનંદ સાગરની ‘શ્રી કૃષ્ણ’માં, જુઓ

વાહ વાહ..આટલી સુંદર છે હિમેશ રેશમિયાની પત્ની…7 PHOTOS જોઈને ફેન્સે પેટ ભરીને વખાણ કર્યા

લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર રામાયણ અને મહાભારત પુનઃ પ્રસારિત થતા જૂની યાદો તાજી કરી છે. હવે 90ના દાયકની રામાનંદ સાગરની શ્રી ક્રિષ્ના પણ જલ્દી જ પ્રસારિત થવાની છે. શ્રી ક્રિષ્ના સીરિયલના પ્રસારણ બાદ તેમાં અભિનય કરનારના કલાકારો પણ ચર્ચામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble) on

હાલમાં ખુલાસો થયો છે કે, જાણીતા સિંગર, કમ્પોઝર હિમેશ રેશમિયાએ આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સોનિયા કપૂરે શ્રી કૃષ્ણ સિરિયલમાં કૃષ્ણની બહેન સુભદ્રાની ભૂમિકા નિભાવવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Syeda Sarah Abbas (@exquisite_sarah_blog) on

આ શોમાં સુભદ્રાની ભૂમિકા ઘણી નાની હતી. સુભદ્રાના પાત્રને લોકોએ ફક્ત બેથી ત્રણ એપિસોડમાં જોયું હતું. છતાં આ નાના પાત્રમાં પણ હિમેશ રેશમિયાની પત્ની પ્રેક્ષકો પર પોતાની છાપ છોડવામાં સફળ રહી હતી.
સોનિયા કપૂર 10 વર્ષ સુધી હિમેશ રેશમિયા સાથે ડેટ કર્યું હતું. હિમેશે 21 વર્ષની ઉંમરે કોમલ સાથે લગ્ન કરી લીધા, પરંતુ બંનેએ અંગત કારણોસર 22 વર્ષ જુનો સંબંધ તોડી નાખ્યો. હિમેશે 11 મે 2018 ના રોજ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by filmibiz (@filmibiz) on

જણાવી દઇએ કે સોનિયા કપૂર ‘શ્રી કૃષ્ણ’ ઉપરાંત ઘણી સિરિયલોમાં પણ જોવા મળી છે. ‘યસ બોસ’, ‘બાબુલ કી દુઆ લેતી જા’, ‘લવ યુ જિંદગી’, ‘આ ગલે લગ જા’, ‘પિયા કા ઘર’ અને જય હનુમાન જેવી સિરિયલોમાં પણ સોનિયા કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળી છે.
સોનિયા હાલમાં ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને પતિ હિમેશ રેશમિયા સાથે મહત્ત્વનો સમય ગાળી રહી છે. જોકે હિમેશ રેશમિયા સાથેના લગ્ન પહેલા સોનિયાએ ઇન્ડસ્ટ્રીથી પોતાને દૂર કરી લીધી હતી, પરંતુ હિમેશ રેશમિયા સાથે તેના સંબંધો પ્રકાશમાં આવ્યા ત્યારે તે અચાનક જ ચર્ચામાં આવી હતી.

જણાવી દઈએ કે, પ્રસાર ભારતીએ સોશિયલ મીડિયામાં શ્રી કૃષ્ણાનો એક પ્રોમો વિડીયો શેર કરતા લખ્યું હતું કે, જલ્દી આવી રહી છે ડીડી નેશનલ પર શ્રી કૃષ્ણ.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble) on

જણાવી દઈએ કે, સાગર આર્ટ્સનો શો શ્રી કૃષ્ણ 1993 થી 1996 ની વચ્ચે પ્રસારિત થયો હતો અને તેના કુલ 221 એપિસોડ હતા. આ સીરિયલને રામાનંદ સાગર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ સિરિયલનું સોન્ગ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શીર્ષક ગીત માત્ર ભારતમાં જ પ્રખ્યાત નથી, પરંતુ તે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ શો 90 ના દાયકાના મધ્ય ભાગમાં દૂરદર્શનના સૌથી વધુ કમાણી કરતો હતો. તેણે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.