ખબર

સોનિયા ગાંધી રોષે ભરાયા, મોદીજીને પત્ર લખી કહ્યું, લોકોની નોકરીઓ જઈ રહી છે અને તમારી સરકાર…

હાલ સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. કોરોનાના કારણે ઘણા લોકો મોતને ભેટયા છે. કોરોના જેવી મહામારીને કારણે ઘણા લોકોના ધંધા પર પણ અસર પડી છે. આ સંકટની વચ્ચે છેલ્લા દસ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ વધારો કરવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વચ્ચે સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે, વચ્ચે તમારી સરકાર સતત ભાવમાં વધારો કરી રહી છે અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. સોનિયાની માંગ છે કે સરકારે તાત્કાલિક વધેલા ભાવ પાછા ખેંચી લે. સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે લોકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ 2.6 લાખ કરોડની કમાણી કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું હતું કે, મને સમજાઈ નથી રહ્યું કે જ્યારે દેશમાં આટલી બધી નોકરીઓ જઈ રહી છે અને લોકોને જીવન જીવવામાં સમસ્યા આવી રહી છે, તો પછી સરકાર આ રીતે પૈસા કેમ વધારી રહી છે. આજે ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સરકારે છેલ્લા 6 વર્ષમાં સતત ભાવમાં વધારો કર્યો છે.

જણાવી દઈએ કે, સોનિયા ગાંધીએ લખ્યું છે કે સરકારે છેલ્લાં 6 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા જેટલી એક્સાઈઝ ડ્યુટી વધારી છે. જેનાથી લગભગ 18 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સોનિયા ગાંધીએ લખ્યું છે કે સરકારે છેલ્લાં 6 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા જેટલી એક્સાઈઝ ડ્યુટી વધારી છે. જેનાથી લગભગ 18 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.