ફિલ્મી દુનિયા

મહેશ ભટ્ટની વાઇફે સુશાંતની મૃત્યુને લઇને એવું બોલી કે તમે ગુસ્સાથી ધુંવાપુવા થઇ જશો

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આખરે એમ્સએ તેની ફાઇનલ રિપોર્ટ સીબીઆઈને સોંપ્યા બાદ નિવેદન બહાર પાડયું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સીબીઆઈએ જણાવ્યું છે કે, સુશાંતનુ મોત સુસાઇડ જ હતું તેની હત્યા કરવામાં નથી આવી, આ બાદ લોકો સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારની વાત કરે છે. સુશાંતના ફેન્સ દ્વારા એમ્સના રિપોર્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ રિપોર્ટની તરફેણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સુશાંતનો રિપોર્ટ આવ્યા બાદ ફરી એકવાર કંગનાએ તેની પ્રતિક્રિયા આપી છે. કંગનાના ટ્વીટને લઈને બૉલીવુડ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મહેશ ભટ્ટની પત્ની એક્ટ્રેસ સોની રાજદાનનું રિએક્શન સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput FC (@sushantsinghrajput_fan_forever) on

સોની રાજદાને ટ્વીટ કરતા કહ્યું હતું કે, જે લોકો કહે છે કે લોકો અચાનક સવારે ઉઠીને આત્મહત્યા નથી કરી લેતા…. ના તે આવું ના કરી શકે. આ સૌથી મોટો પોઇન્ટ છે, પહેલા તે ઘણા વર્ષ સુધી દુઃખ સહન કરે છે લાંબા સમય સુધી સંઘર્ષ કરે છે. દુઃખની વાત છે તો ફરી તેની પાસે આત્મહત્યાનો જ રસ્તો વધ્યો હોય છે.

સોની રાજદાને લખ્યું હતું કે, તે જિંદગીથી નહીં પરંતુ જે દુઃખ સહન કર હોય છે તેનાથી કંટાળી ગયા હોય છે. જેનાથી તે આત્મહત્યા જેવું પગલું ઉઠાવી શકે છે. માનસિક સ્વાસ્થ્ય ખરાબ ન થવા દો. મહેરબાની કરીને આ સમજો કે બીમારીની રીતે વાત કરવી કેટલી જરૂરી છે. ઇલાજ કરાવવાથી ડરશો નહીં અને શરમ પણ અનુભવશો નહીં. તે તમારો જીવ બચાવી શકે છે.

જણાવી દઈએ કે, એમ્સના રિપોર્ટ આવ્યા બાદ કંગનાએ તેના ઓફિશિયલ ટ્વીટર પરથી એક પોસ્ટ લખી હતી,. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, યંગ અને અદભુત માણસ સવારે ઉઠીને ખુદને મારી ના નાખે. સુશાંતે કહ્યું હતું કે તેને પરેશાન કરવામાં આવ્યો છે. તેની જિંદગી પર ખતરો હતો. આ સાથે જ સુશાંતે કહ્યું હતું કે, ફિલ્મ માફિયાએ તેને બેન કરી દીધો હતો. તે બળાત્કારના ખોટા આરોપથી માનસિક રીતે ઘણો પ્રભાવિત થયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.