ખુશખબરી: પોપટલાલ પર આ સુંદર યુવતીનું દિલ આવી ગયું- જુઓ PHOTOS
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા. આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આવા જ એક કલાકાર છે પત્રકાર પોપટલાલ. શોમાં તેમના હજી સુધી લગ્ન થયા નથી. પરંતુ હવે લાગે છે તેમના લગ્નનો સમય આવી ગયો છે.
આ વખતે પોપટલાલ કોઇ છોકરીના દીવાના નથી થયા પરંતુ છોકરી પોતે તેમની દીવાની થઇ ગઇ છે. તેણે તે પોપટલાલને જાતે જ પ્રપોઝ કરી દીધુ છે. આ પ્રપોઝલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
શોમાં પોપટલાલ છેલ્લા 13 વર્ષથી લગ્ન માટે તડપી રહ્યા છે. હવે આખરે તેમને હમસફર મળી ગઇ છે. તસવીરોમાં પોપટલાલ સાથે એક હસીન યુવતિ જોવા મળી રહી છે. પોપટલાલના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં પોપટલાલને એક છોકરી ઘૂંટણ પર બેસી ગુલાબ આપી પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. પોપટલાલ પણ ખુશીથી તેના પ્રપોઝલને એકસેપ્ટ કરતા જોવા મળી રહ્યા છે. તે બંને એક પાર્કમાં ઊભા છે.
તમને જણાવી દઇએ કે, પોપટલાલ સાથે જોવા મળતી આ યુવતિ કોઇ બીજુ નહિ પરંતુ શોમાં રિસેપ્શનિષ્ટનું પાત્ર નિભાવતી સંજના છે કેટલાક દિવસ પહેલા જ શોમાં પોપટલાલ સંજનાની ખૂબસુરતીના કાયલ થઇ ગયા હતા.
પોપટલાલે થોડા સમય પહેલા શોમાં સંજના એટલે કે સોની પટેલને પ્રપોઝ કર્યુ હતુ પરંતુ હવે લાગે છે સોની તેમની દીવાની થઇ ગઇ છે એટલા જ માટે તેણે પોપટલાલને પ્રપોઝ કરી દીધુ.
આ તસવીરોને સોની પટેલ દ્વારા શેર કરવામાં આવી છે. ચાહકો એ ઉમ્મીદ કરી રહ્યા છે કે, શોમાં પોપટલાલ અને સોનીનો રોમાંસ જોવા મળશે, સાથે એ પણ નક્કી છે કે પોપટલાલનું દિલ તૂટવાનુ છે.
View this post on Instagram