મનોરંજન

ફરી એક વાર ચર્ચામાં આવી રાનુ મંડલ, હવે આ નવું કામ કરી બેઠી

રાનુ મંડલના ચાહકો માટે આવી ખુશખબરી

એક્ટ્રેસ અને રામાનંદ સાગરની રામાયણમાં સિતાનો રોલ નિભાવનારી દીપિકા ચીખલીયા જલ્દી જ ફિલ્મમાં જોવા મળશે. દીપિકા આજકાલ ફિલ્મોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સ્વતંત્રતા આંદોલનમાં અહમ ભૂમિકા નિભાવનારી સરોજિની નાયડુના જીવન પર આધારિત છે. આ બાયોપિકને કારણે સોશિયલ મીડિયામાં નામ કમાનારી સિંગર રાનુ મંડલ ચર્ચામાં છે. દીપિકાએ સોશિયલ મીડિયામાં તેની ફિલ્મ વિષે જાણકારી આપી છે. આ સાથે જ જણાવ્યું છે કે, આ ફિલ્મમાં રાનુ મંડલ ગીત ગાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mondal Official (@officialranumondal) on

દીપિકા ચીખલીયાએ રાનુ મંડલનો એકે વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાનુ મંડલ પણ જણાવી રહી છે કે, તે ધીરજ મિશ્રાની ફિલ્મ સરોજિનીમાં જોડાઈ રહી છે. આ સાથે જ તેને કહ્યું હતું કે, તે આ ફિલ્મમાં ગીત ગાશે અને લોકો તેને પહેલાની જેમ પ્રેમ આપશે. આ સાથે જ દીપિકાએ આ વિડિયોની સાથે કેપ્સનમાં લખ્યું હતું કે, મારી ફિલ્મ… સરોજિની… ધીરજ મિશ્રા દ્વારા લખવામાં આવેલા ગીત રાનુ મંડલ ગાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mondal Official (@officialranumondal) on

જણાવી દઈએ કે, IndiaToday.in સાથેની વાતચીતમાં દીપિકાએ ફિલ્મને લઈને કહ્યું હતું કે, મને સરોજિની નાયડુની બાયોપિક ઓફર થઇ છે પરંતુ હજુ સુધી મેં સાઈન નથી કરી. આ ફિલ્મ ધીરજ મિશ્રાએ લખી છે સાથે જ આ ફિલ્મને તે ડાયરેક્ટ કરશે. લોકડાઉનને કારણે ધીરજે હજુ સુધી મને સ્ટોરી નથી સંભળાવી. અમે ડિટેલ્સ પર ધ્યાન આપી રહ્યા છે. જયારે લોકડાઉન ખતમ થશે ત્યારે અમે સ્ટોરી સેશન માટે સાથે બેસીશું. જો બધું બરાબર રહ્યું તો હું આ ફિલ્મ કરવાનો વિચાર કરી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

જણાવી દઈએ કે, દીપિકા ચીખલીયા ‘ગાલિબ’ ફિલ્મમાં નજરે આવશે. આ ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મ ભારતીય સંસદ પર થયેલા હુમલાને લઈને છે. આ ફિલ્મમાં દીપિકા સિવાય નિખિલ પીટાલે પણ છે. દીપિકા ગાલિબની માતાનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં દીપિકાના રોલનું નામ શબાના છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

દીપિકા કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં રામાયણના ફરીથી પ્રસારણ બાદથી ચર્ચામાં છે. તે દરમિયાન રામાયણમાં કામ કરતા કલાકારોની ઘણી ચર્ચા થઈ હતી. આ પછી દીપિકાની અંગત જિંદગી અને રામાયણના શૂટિંગ દરમિયાન કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

રાનુ મંડલની વાત કરવામાં આવે તો તેને રેલવે સ્ટેશન પર ગીત ગાતો વિડીયો વાયરલ થતા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રાનુને લતામંગેશકરનું ગીત પ્યાર કા નગ્માથી લોકપ્રિયતા મળી હતી. આ બાદ હિમેશ રેશમિયાએ તેને ગીત ગાવાનો મોકો આપ્યો હતો.