130થી પણ વધારે લગ્ન ઠુકરાવી ચૂકેલી “દેવો કે દેવ મહાદેવ” ની અભિનેત્રીએ કરી સગાઇ, શેર કરી મંગેતર સાથેની રોમેન્ટિક તસવીરો

130થી પણ વધારે છોકરાઓના દિલ તોડી ચૂકેલી ‘દેવો કે દેવ મહાદેવ’ માં પાર્વતી માતાનો રોલ નિભાવતી અભિનેત્રીએ શેર કરી પોતાના મંગેતરની રોમેન્ટિક તસવીરો

ટીવીના સુપરહિટ શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનું પાત્ર ભજવનાર સોનારિકા ભદોરિયાને આજે કોણ નથી ઓળખતુ. આ શોથી અભિનેત્રીને એક ખાસ ઓળખ મળી હતી. સોનારિકા પોતાની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. દર્શકોએ તેને શોમાં માતા પાર્વતી તરીકે જોઇ છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તે બોલ્ડ લુકમાં જોવા મળે છે ત્યારે ફેન્સ તેને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.સોનારિકાએ પોતાની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા છે.

સોનારિકા ભદોરિયા આજે પણ તેની પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. તેણે પહેલીવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના મંગેતરની તસવીરો શેર કરી છે. આજે સોનારિકાના મંગેતરનો જન્મદિવસ છે. સોનારિકા માટે આનાથી વધુ સારી તક તેના ચાહકોને કહેવાની ન મળતી કે તેણે સગાઈ કરી લીધી છે. તસવીર શેર કરતી વખતે સોનારિકાએ તેના બર્થડે પર તેના મંગેતર માટે ખૂબ જ ક્યૂટ નોટ પણ શેર કરી છે. સોનારિકાના મંગેતરનું નામ વિકાસ પરાશર છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

જે બાદ સોનારિકાના ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદન મળી રહ્યા છે. સોનારિકા ભદોરિયાની સગાઈની તસવીરો સામે આવતા જ કરોડો ચાહકોના દિલ પણ તૂટી ગયા હતા. પરંતુ સોનારિકા ભદોરિયાની સગાઈની ખાસ વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સગાઈ માટેની જગ્યા અને તેના ડ્રેસે લોકોને તેના દિવાના બનાવી દીધા હતા. સોનારિકા ભદોરિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે સોનારિકા અને તેનો મંગેતર વિકાસ સમુદ્ર કિનારે સફેદ ડ્રેસમાં સજ્જ છે. સોનારિકા અને વિકાસની સગાઈ કોઈ સપનાથી ઓછી નહોતી.

આવી રીતે સગાઈ કરવી એ દરેક માણસનું સપનું હોય છે. પ્રથમ તસવીરમાં જોઈ શકાય છે કે વિકાસ સોનારિકાને રિંગ પહેરાવી રહ્યો છે જ્યારે તે ઘૂંટણિયે બેસીને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં સોનારિકા અને વિકાસ એકબીજાને ગળે લગાવી રહ્યાં છે અને ત્રીજી તસવીરમાં વિકાસ તેની ગર્લફ્રેન્ડને કિસ કરી રહ્યો છે. એક અન્ય તસવીરમાં વિકાસ સોનારિકાને પોતાના ખોળામાં ઉંચકતો પણ જોવા મળે છે. સોનારિકા ભદોરિયાએ આ તસવીરો પોસ્ટ કરતાની સાથે જ શાહીર શેખ, અશ્નૂર કૌર, અવિકા ગૌર, સૌરભ રાજ જૈન અને અંકિત રાજ સહિત અનેક સેલેબ્સે તેને શુભેચ્છા પાઠવી હતી.

આ તસવીરો શેર કરતા સોનારિકાએ કેપ્શનમાં લખ્યું, “સોનાના હૃદયવાળા છોકરાને અભિનંદન, મારી સંભાળ રાખનાર છોકરાને જન્મદિવસની શુભકામનાઓ. મારી સંભાળ રાખે છે. જે છોકરો મને ખુલ્લેઆમ પ્રેમ કરે છે, જે મારા પર વિશ્વાસ કરે છે, મને સમર્થન આપે છે, તેને જન્મદિવસની શુભેચ્છાઓ. ” સોનારિકા ભદૌરિયાનો મંગેતર વિકાસ પરાશર માત્ર ફિટનેસમાં નંબર વન નથી, પણ ટ્રાવેલિંગનો શોખ પણ ધરાવે છે. તે બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરે છે.

જો કે બંનેએ 2020માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. ટીવી સેન્સેશન બની ગયેલી સોનારિકાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે અત્યાર સુધીમાં 137થી વધુ લગ્નોને નકારી દીધા છે. તેને કોલેજ સમયથી જ લગ્નની વાતો આવવા લાગી હતી. જો કે, તે સમયે તે તૈયાર ન હતી અને તેના કરિયર પર તેમજ ઇન્ડસ્ટ્રીમાં કામ પર ફોકસ કરવા માંગતી હતી.

જણાવી દઈએ કે અભિનેત્રી ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘દાસ્તાન-એ મોહબ્બત-સલિમ અનારકલી’ અને ‘ઈશ્ક મેં મરજાવાં’ જેવી હિટ ટીવી સિરિયલોનો ભાગ રહી ચૂકી છે. આ સિવાય સોનારિકા સાઉથની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે, પરંતુ તે આજે પણ ચાહકોમાં ‘દેવ કે દેવ મહાદેવ’ની પાર્વતી તરીકે જ ઓળખાય છે. અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ ટેલિવિઝનના સૌથી લોકપ્રિય પૌરાણિક શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનું પાત્ર ભજવીને લોકોના હૃદયમાં એક અલગ છાપ છોડી દીધી હતી. સોનારિકાની સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.

દર્શકોએ રિયલ લાઈફમાં પણ સોનારિકાને માતા પાર્વતીની જેમ જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે ટીવી પર માતા પાર્વતી બનેલી અભિનેત્રી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. સોનારિકા અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસની તસવીરો શેર કરતી રહે છે. સોનારિકા ભદોરિયા આજકાલ ટેલિવિઝન ધારાવાહિકથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેવામાં સોનારિકા સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને વાસ્તવિક જીવનથી પરિચિત રાખે છે. સોનારિકા ભદોરિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરતા તમને ખ્યાલ આવી જશે કે તે રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.

તાજેતરમાં જ સોનારિકાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે તેણે દાસ્તાન-એ મોહબ્બત માટે શૂટિંગ કર્યું હતું. આ શોમાં કામ કર્યાના ત્રણ વર્ષ થઇ ચુક્યા છે પણ હજી સુધી તેને કામના પૈસા નથી મળ્યા. સોનારિકાએ આગળ જણાવ્યું કે તેના 70 લાખ રૂપિયા હજી સુધી આપવામાં નથી આવ્યા, આ સિવાય શોમાં કામ કરનારા અન્ય કલાકારોને પણ પોતાની ફી આપવામાં નથી આવી.શોની શુટીંગ તેણે કોરોના મહામારીના પહેલા જ પૂર્ણ કરી લીધી હતી પણ હજી સુધી આ સિરિયલ રિલીઝ કરવામાં નથી આવી.

Shah Jina