ટીવીની પાર્વતીએ વ્યક્ત કર્યુ પોતાનું દુ:ખ, બોલી- ત્રણ વર્ષથી મારા 70 લાખ રૂપિયા

મહામારીનો કહેર હવે ઘણો ઓછો થઈ ગયો છે, પરંતુ જ્યારે તે વધારે હતો ત્યારે દરેક ક્ષેત્રની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીને પણ ભારે ફટકો પડ્યો હતો. દરેકને નબળી આર્થિક સ્થિતિનો સામનો કરવો પડ્યો. જ્યાં ઘણા ટીવી કલાકારો તેમના શોમાં વિલંબ અથવા તેમની બાકી રકમ ન ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઘણા લોકો ચૂપ રહ્યા તો ઘણાએ પોતાનો અવાજ ઉઠાવ્યો. ત્યારે અભિનેત્રી સોનારિકા ભદોરિયા આ મામલે સામે આવી છે. TOIને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે તેના શો દાસ્તાન-એ-મોહબ્બતના નિર્માતાઓ પર મોટો આરોપ લગાવ્યો છે.

નાના પડદાની જાણીતી અભિનેત્રી સોનારિકા ભદોરિયા અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના બોલ્ડ અવતાર માટે તો ક્યારેક ટ્રોલ્સને જવાબ આપવા માટે. પરંતુ, દેવોં કે દેવ મહાદેવ ફેમ સોનારિકા ભદોરિયા આ વખતે એક અલગ જ કારણસર ચર્ચામાં આવી છે. સોનારિકાએ એક સીરિયલ પર આરોપ લગાવ્યો છે કે મેકર્સે તેના 70 લાખ રૂપિયા 3 વર્ષથી અટકાવી રાખ્યા છે. આ શો માટે કામ કરવા માટે તેને હજુ સુધી ફી મળી નથી. માત્ર તે જ નહીં, શો સાથે સંકળાયેલી અન્ય કાસ્ટ અને ક્રૂને પણ ચૂકવણી કરવામાં આવી નથી. સોનારિકા જે સિરિયલની વાત કરી રહી છે તે છે ‘દાસ્તાન-એ-મોહબ્બત’.

જેમાં સોનારિકાએ કામ કર્યું હતું. તે સીરિયલમાં અભિનેત્રી લીડ રોલમાં હતી અને તે તેને તેની કારકિર્દીનો સૌથી ખરાબ તબક્કો માને છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેણે આ સિરિયલમાં કામ કરવા માટે હજુ સુધી ફી મળી નથી. જ્યારે, આ વાતને 3 વર્ષ થઈ ગયા છે. વાત 2018ની છે, ત્યારથી અત્યાર સુધી તેને 70 લાખ આપવામાં આવ્યા નથી. એટલું જ નહીં, શો સાથે જોડાયેલા અન્ય સ્ટાર્સની ફી પણ તેમને આપવામાં આવી નથી. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેણે પેપર વર્ક પૂર્ણ કરી લીધું હતું. તેણે કોરોના પહેલા આ શો માટે શૂટિંગ કરી લીધું હતું. સોનારિકાએ કહ્યું- મને આશા છે કે મને જલ્દી જ પૈસા મળી જશે. કારણ કે મેં તમામ ઔપચારિકતાઓ અને પેપરવર્ક પૂર્ણ કરી લીધા છે.

દાસ્તાન-એ-મોહબ્બત: સલીમ અનારકલી શો 2018માં કલર્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેમાં શાહીર શેખ અને સોનારિકા ભદૌરિયા મુખ્ય ભૂમિકામાં હતા. અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેને ત્રણ વર્ષ થઈ ગયા છે અને રાહ હજુ પણ ચાલુ છે.સોનારિકાએ કહ્યું કે તે હજુ પણ રૂપિયાની રાહ જોઈ રહી છે જે 70 લાખ રૂપિયાથી વધુ છે. અભિનેત્રીએ ઉમેર્યું કે તેણે કોરોના રોગચાળા પહેલા એક ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું, પરંતુ તે હજી રિલીઝ થવાની બાકી છે.

દેવો કે દેવ મહાદેવ સિરિયલમાં પાર્વતી માનું પાત્ર ભજવનાર સોનારિકા ભદૌરિયા ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. સોનારિકા ભદૌરિયાએ ટીવી પર ઘણા શો કર્યા છે. સોનારિકાએ કહ્યું કે તે OTT પ્લેટફોર્મ પર કામ કરવા માંગે છે. તે એક વેબ શોમાં પણ કામ કરી રહી છે અને તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ટીવી પ્રોજેક્ટ્સમાં કામ કરવા ઉપરાંત, અભિનેત્રીએ તેલુગુ સિનેમામાં પણ ડેબ્યૂ કર્યું હતું. તે 2012ની હિટ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સુંદરપાંડિયનની તેલુગુ રિમેક સ્પીદુન્નોડુમાં જોવા મળી હતી.

Shah Jina