મનોરંજન

સોનમ અને આનંદના લગ્નમાં આવ્યો હતો આ પાકિસ્તાની મહેમાન, ફોટો પડાવવા પડાપડી થયેલી

અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને દિલ્લીના બિઝનેસમેન આનંદ આહુજાના લગ્ન બે વર્ષ પહેલા 8 મૈ ના રોજ થયા હતા. એવામાં આજના દિવસે બંનેના લગ્નની બીજી વર્ષગાંઠ છે. આનંદ અને સોનમ વર્ષ 2018 માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. સોનમ કપુરના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગ્જ લોકો શામિલ થયા હતા પણ લગ્નમાં એક પાકિસ્તાની મહેમાને દરેક કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

સોનમ-આનંદના લગ્નમાં પાકિસ્તાની મૂળના કારોબારી ભાઈ અનિલ અને નબીલ મુસર્ર્ત લગ્નમાં શામિલ થવા માટે મુંબઈ પહોંચ્યા હતા. બંને ખાસ લગ્ન માટે લંડનથી મુંબઈ આવ્યા હતા.

અનિલ અને નબીલ મુસર્ર્ત સોનમ કપૂરના પિતા અનિલ કપૂરના નજીકના મિત્ર છે. અનિલ બંનેને આગળના 25 વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. બંનેનો પરિવાર પણ એકબીજાની ખુબ જ નજીક છે. મળેલી જાણકારીના આધારે અનિલ મુસર્ર્ત પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની પાર્ટીનું પણ ફાઇનૅન્સર આપે છે. વાત કરીયે સોનમ-આનંદની લવ સ્ટોરીની તો બંનેની પહેલી મુલાકાત વર્ષ 2014 માં થઇ હતી. બંનેની કોમન ફ્રેન્ડ દ્વારા બંને એકબીજાને મળ્યા હતા. સોનમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે-‘મેં આનંદને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, તો તેના બે મહિના પછી મારો જન્મદિવસ આવતો હતો. આ દિવસે આનંદે એક સરપ્રાઈઝ પ્લાન પણ કર્યો હતો’.

સોનમે આગળ કહ્યું કે,”તેણે મુંબઈની એક રેસ્ટોરેન્ટને બુક કરી હતી અને મારી પસંદગીના આધારે મેનુ અને મ્યુઝિક પ્લાન કર્યો હતો. હું ત્યાં પહોંચી અને આનંદે મને એક કાર્ડ પણ ભેટમાં આપ્યું હતું. તે સમય ખુબ જ સારો હતો. તેની પહેલા કોઈએ પણ મારા માટે આવું કર્યું ન હતું”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.