મનોરંજન

સ્ક્રિનિંગમાં પપ્પા અનિલ સાથે શિયર ડ્રેસમાં પહોંચી હતી સોનમ કપૂર, લોકો બોલ્યા – જરા શરમ કરી લે

‘કોઈની શરમ છે’ લાડલીએ પપ્પા અનિલ કપૂર સાથે એવો ડ્રેસ પહેર્યો કે લોકોએ મગજ ગુમાવ્યો, જુઓ 10 તસવીરો

ગુરુવારે ફિલ્મ ‘મલંગ’ ની વિશેષ સ્ક્રિનિંગ યોજવામાં આવી હતી, જેમાં ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો લાગ્યો હતો. ત્યારે આ સ્ક્રિનિંગ દરમ્યાન બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પિતા અનિલ કપૂર સાથે જોવા મળી હતી.

Image Source

આ દરમિયાન બ્લેક સેમી-સેર કોર્સેટ ડ્રેસમાં સોનમ ખૂબ જ સુંદર લાગી હતી. પરંતુ ટ્રોલર્સને તેનો આ અંદાજ પસંદ ન આવ્યો. સોનમને સોશિયલ મીડિયા પર તેના ડ્રેસ માટે ટ્રોલ કરવામાં આવી હતી અને યુઝર્સે પિતા અનિલ કપૂર સાથે પોઝ આપવા માટે તેને નિશાન પર લીધી હતી.

ઘણા યુઝર્સને લાગ્યું કે સોનમ તેના પિતા સાથે બોલ્ડ ડ્રેસમાં પહોંચી ગઈ. પછી શું હતું. સોશિયલ મીડિયા પર લોકોએ સોનમને ખરાબ રીતે ટ્રોલ કરી હતી. એક યુઝરે સોનમને નિશાન બનાવતા લખ્યું કે કોઈ વ્યક્તિ આ પ્રકારનો ડ્રેસ પહેરીને તેના પિતાની સામે કેવી રીતે ઊભી રહી શકે છે.

Image Source

બીજા યુઝર્સે લખ્યું – થોડી તો શરમ કરી લે સોનમ. બીજા એક યુઝરે સોનમની ટીકા કરતા લખ્યું કે આવા લોકોને શરમ નથી હોતી જે આ પ્રકારના કપડાં પહેરીને તેમના પિતાની સામે ઉભા રહે છે. ટ્રોલર્સ અહીંથી અટક્યા નહીં અને સોનમને શરમ કરવા અને પપ્પાની સામે ઢંગના કપડાં પહેરવાની સલાહ આપી.

Image Source

આટલી બધી ટીકાઓ વચ્ચે કેટલાક યુઝર્સ સોનમની તરફેણ કરતા દેખાયા અને ટ્રોલરોને યોગ્ય જવાબ આપ્યો. એક યુઝરે લખ્યું કે જ્યારે તમે સાડી પહેરો છો ત્યારે કોઈ સમસ્યા નથી હોતી અને દરેક ડ્રેસમાં તમને સમસ્યા હોય છે, જે એકદમ ખોટી વાત છે.

અન્ય એક ચાહકે સોનમની તરફેણમાં લખ્યું કે કેટલાક લોકો સાથે શું ખોટું છે… હું આવી વાહિયાત ટિપ્પણીઓ કરવા પાછળની માન્યતાને સમજવામાં નાકામ છું, ઓછામાં ઓછું પિતા અને દીકરીના શુદ્ધ સંબંધને તો છોડી દો.

આ પહેલીવાર નથી કે જ્યારે સોનમને તેના કપડાં અને બોલ્ડ ફેશન ચોઈસ માટે ટ્રોલ કરવામાં આવી હોય. તાજેતરમાં અરમાન જૈનના લગ્નના રિસેપ્શનમાં સોનમે સાડી પહેરેલી જોઇને ટ્રોલરોએ તેને ‘દાદી’ અને ‘બુઢિયા’ પણ કહી દીધું હતું.

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂર ગયા વર્ષે ફિલ્મ ‘એક લાડકી કો દેખા તો ઐસા લગા’ અને ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. તે જ સમયે, ‘મલંગ’ આ શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં સોનમના પિતા અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on