મારા ભાઈઓ તેમના દરેક મિત્રો સાથે સૂઈ ચૂક્યા છે, ગર્ભવતી સોનમ કપૂરે એવા એવા રાઝ ખોલ્યા કે જોઈને હચમચી ઉઠશો

અર્જુન કપૂર અને તેની કઝીન સોનમ કપૂર કોફી વિથ કરણ સિઝન 7ના આગામી એપિસોડમાં સાથે જોવા મળવાના છે. આ એપિસોડમાં પ્રેગ્નેન્ટ સોનમ કપૂરે તેના ભાઈ અર્જુનની લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે મલાઈકાને ડેટ કરતા પહેલા અર્જુને કઈ છોકરીઓ સાથે રાત વિતાવી હતી. શોના હોસ્ટ કરણ જોહરે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેને જોઈને ફેન્સ હવે એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એપિસોડમાં સોનાએ અર્જુનની લાઈફ વિશે એવો ખુલાસો કર્યો છે, જેનાથી અર્જુન પણ દંગ રહી ગયો હતો. પ્રોમોમાં સોનમ કપૂરે તેના ભાઈઓની જબરદસ્ત બેન્ડ વગાડી છે. સોનમ કપૂરે ચેટ શોમાં પોતાના ભાઈઓ વિશે એવો ખુલાસો કર્યો છે કે અર્જુન કપૂર તો આ સાંભળી શોક્ડ જ રહી ગયો હતો. સોનમે જણાવ્યું કે તેના બધા ભાઈઓ તેની મિત્રો સાથે સૂઈ ચૂકયા છે, કોઇને બાકી રાખી નથી. સોનમની વાત સાંભળી અર્જુન કપૂર પહેલા ચોંકી ગયો,

પછી તેણે સોનમને સવાલ કર્યો અને કહ્યું- કેવી બહેન છે તું ? આ પ્રોમો પર સોનમના ભાઈ હર્ષવર્ધન કપૂરની પ્રતિક્રિયા પણ આવી છે. હર્ષવર્ધને ઈન્સ્ટા પર લખ્યું – ઓહ માય ગોડ… પ્રોમો જોયા પછી લોકો આ એપિસોડ સ્ટ્રીમ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોનમ કપૂરે કરણ જોહરના શોમાં ઘણા મસાલેદાર ખુલાસા કર્યા છે. કરણ અર્જુનને પૂછે છે કે તેણે મલાઈકાનો નંબર કોની પાસેથી સેવ કર્યો છે, જેના પર અર્જુન કહે છે કે મને તેનું નામ ખૂબ ગમે છે,

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

તેથી મેં તેનો નંબર એ રીતે જ સેવ કર્યો છે. કરણે સોનમને પૂછ્યું કે તારા મિત્રોમાંથી અર્જુન કોની સાથે સુઇ ચૂક્યો છે કે રિલેશનશિપમાં છે, તો સોનમ કહે છે કે હું તેના વિશે વાત નથી કરી રહી, પણ મારા બધા ભાઈઓમાં કોઈ બાકી નથી.

Shah Jina