મનોરંજન

પ્રેગ્નેન્સીની વાત પર આ સોનમે કર્યો ખુલાસો, ‘હા મારું વજન 10 કિલો વધ્યું છે પરંતુ…’

બોલીવુડની બબલી જાણીતી સોનમ કપૂરે ગત વર્ષ માર્ચ મહિનામાં તેના લાંબા સમયના બોય ફ્રેન્ડ આનંદ આહુજા સાથે સાતફેરા ફરી લીધા હતા. સોનમ કપૂર તેની ફેશન સેન્સને લઈને પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. આજકાલ સોનમ કપૂર તેની આગામી ફિલ્મ ‘ ધ જોયા ફેક્ટર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વચ્ચે સોનમ કપૂરની પ્રેગ્નેન્સીની ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રેગ્નેનેન્સીની અફવાહ વચ્ચે સોનમ કપૂરે ખુદે ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ આ એક્ટ્રેસની પ્રેગ્નેન્સીને લઈને કોઈને કોઈ ખબર આવતી રહે છે.

પ્રેગ્નેન્સીની ખબરોનું ખંડન કરતા સોનમ કપૂરે જણાવ્યું હતું કે, આ સાચું છે કે આપણે અહીં લગ્ન બાદનું આગળનું કદમ બેબી જ માનવામાં આવે છે. આ વાત સાચી છે. પરંતુ મેં મારી આગામી ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ માટે 10 કિલો વજન વધાર્યું હતું। જેના કારણે હું થોડી જાડી થઇ ગઈ હતી. પરંતુ ભાગ્યવશ કહેવામાં આવે કે દુર્ભાગ્યવશ હું હજુ સુધી પ્રેગ્નેન્ટ નથી. તો બીજી તરફ સારી વાત એ છે કે, મેં 6 કિલો વજન ઘટાડી દીધું છે.

હાલમાં જ અનુષ્કા શર્મા ઢીલા-ઢીલા કપડામાં જોવા મળી હતી. ફેન્સે ત્યારે અનુષ્કાને સવાલ કર્યો હતો કે, તે પ્રેગનેંન્ટ છે. આ સવાલના જવાબમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે, એવું નથી કે ઢીલા કપડાં પહેર્યા હોય તો પ્રેગ્નેન્ટ જ હોય. ફેશનને લઈને પણ ક્યારેક ઢીલા કપડાં પહેરી શકાય છે.

ધ જોયા ફેક્ટરની કહાની અનુસાર, આ ફિલ્મ લેખિકા અનુજ ચૌહાણ પણ આધારિત છે. આ એક રાજપૂત યુવતીની કહાની છે. જેનું નામ જોયા સોલંકીનોપ સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.