મનોરંજન

સોનમ કપૂરની ફાટેલી સાડી જોઈને રોકાઈ નથી રહ્યું લોકોનું હસવું, કહ્યું: “ભિખારી દેખાઈ રહી છું.”

ફેશનેબલ દેખાવવાના ચક્કરમાં લોકોએ લીધી આડે હાથ, જુઓ કેવી દેખાય છે અરરરર

અભિનેત્રી સોનમ કપૂરને બોલીવુડમાં ફેશનગર્લ તરીકે ઓળખવામાં આવે છે. જેના ફેશનનો મુકાબલો કરવો દરેક કોઈના હાથની વાત નથી. સોનમ હંમેશા પોતાના દેખાવને લઈને કંઈકને કંઈક એક્સ્પીરિમેન્ટ કરતી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક હદથી વધારે સ્ટાઈલિશ દેખાવવાનો ચક્કર તેને ક્યાંયનો નથી છોડતો. સોનમનો રેડ કાર્પેટ લુક ચાહોનું ધ્યાન ખેંચે છે તો બીજી તરફ નવા નવા ડિઝાઈનર કપડાં પહેરવા તેને ભારે પણ પડી જાય છે.

Image Source

જયારે ફાટેલી સાડીમાં આવી સોનમ::
જો કે એ વાતને પણ નકારી શકાય એમ નથી કે સોનમ કપૂર એકમાત્ર એવી અભિનેત્રી છે કે જે સૌથી પહેલા કોઈપણ નવી ડિઝાઇન કેરી કરે છે. ભલે પછીએ મસાબા ગુપ્તાનું ડિઝાઇન કરેલું અર્થ કલેક્શન પહેરવાનું હોય કે પછી અબુ જાની સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલું બ્રાઇડલ વિયર.. સોનમનો અંદાજ જોવા લાયક હોય છે.

Image Source

જો કે, સોનમે છેલ્લા કેટલાય વર્ષોમાં બોરિંગ દેખાવવા વાળી સાડીને પણ દરેક કોઈ માટે ખુબ જ મજેદાર બનાવી દીધી હતી, પરંતુ ત્યારે શું જયારે મેડમનો ફાટેલી સાડી પહેરવી પણ ફેશન કહેવાય. એવું અમે નહિ પરંતુ કેટલાક સંસ્કારી ટ્રોલર્સનું તેને જોઈને કહેવું છે.

Image Source

એવું શું હતું ડ્રેસમાં:
તમને બધાને કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શીખા તલસાણીયાની ફિલ્મ “વીરે દી વેડિંગ” તો યાદ જ હશે. જેના ટ્રેલરથી લઈને ફિલ્મના પ્રમોશન સુધી આ અભિનેત્રીઓએ ખુબ જ મસ્તી કરી.  તો તેમાં જ એક ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન સોનમને પાઉડર બ્લુ રંગની ડેનિમ સાડીમાં જોવામાં આવી હતી. જેને ખાસ રીતે અભિનેત્રી માટે ફેશન ડિઝાઈનર દીક્ષા ખન્નાએ ડિઝાઇન કરી હતી. જો કે, આ સાડી સમર ફેશનની રીતે એકદમ પરફેક્ટ હતી. પરંતુ સાડીના પાલવમાં બનેલો રિપ્ડ ડિઝાઇન લુકને બરબાદ કરવા માટે પૂરતો હતો.

Image Source

કેવો હતો ઓવરલુક:
સોનમ કપૂરના ઓવરલુકની જો વાત કરવામાં આવે તો તેને આ પાઉડર બ્લુ સાડીને ક્રિસ્પ કોલરના વ્હાઇટ શર્ટ સાથે પહેર્યું હતું. જેમાં 3/4 પકી સ્લીવ્સ આ બધા જ અટાયરને પરફેક્ટ ટચ આપવા માટે પૂરતા હતા. તો વાત કરીએ દીક્ષા ખન્નાની આ સાડીની તો પોતાના ડેનિમ સમર કલેક્શનને ધ્યાનમાં રાખીને રિપ્ડ ડ્રેપની સાથે આ સાડીને ડિઝાઇન કરવામાં આવી હતી. જે નીચેની તરફથી પેન્ટ સ્ટાઈલમાં કરી હતી.

Image Source

કંઈપણ લપેટીને આવી જાવ:
જયારે આ લુકમાં સોનમ કપૂરની તસવીરો સામે આવી કે તરત જ ટ્રોલર્સ તેનો મઝાક બનાવવા લાગી ગયા અને તેની તુલના “ભિખારી” સાથે કરી દીધી. જો કે આ સાડી સોનમ ઉપર ખુબ જ સરસ લાગી રહી હતી. પરંતુ આટલી મોટી ફેશનિસ્ટાથી લોકોને આવી આશા નહોતી. જ્યાં સોનમને આવા લુકમાં જોઈને કેટલાક લોકોએ તેને સારા કપડાં પહેરવાની સલાહ પણ આપી દીધી. તો ઘણા લોકોએ તેની ફેશન સેન્સ ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા. એવામાં સૌથી વધારે હદ તો ત્યારે થઇ ગઈ જયારે ટ્રોલર્સે તેને ભિખારી કહ્યું.

Image Source

કિંમત સાંભળીને ઉડી જશે હોશ:
જો કે સોનમ કપૂરની આ સાડી કોઈ લેવાનો પણ ના વિચાર કરે તે સાડીની કિંમત 38 હજારથી લઈને 45 હજાર રૂપિયા છે. જો કે અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે સોનમની આ સાડી લેટેસ્ટ ફેશનના હિસાબની નથી. બની શકે છે કે આવનારા સમયમાં ડેનિમ સાડીનું ચલણ યંગ જનરેશનમાં ટ્રેડ માર્ક બનીને ઉભરાઈ જાય. પરંતુ હાલમાં તો આ સાડી લેવાનું તો દૂર કોઈ મફતમાં પણ પહેરવા તૈયાર નહીં થાય.