ફિલ્મી દુનિયા

PHOTOS: પોતાને ‘Lucky Charm’ માનવાવાળી સોનમ કપૂરે બાપાના મૂષક પાસેથી માંગી માનતા- જોવા મળી નવી નવેલી દુલ્હનની જેમ

સોનમ કપૂર અને દુલ્કર સલમાનની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હાલના દિવસોમાં સોનમ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પોતાને લકી માનતી સોનમ તાજેતરમાં શનિ મંદિરમાં દર્શન કરવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે ગઈ હતી. પણ વાત જ્યારે ફિલ્મના પ્રમોશનની આવે, ત્યારે ગણપતિ બાપાથી વધુ લકી બીજું કોણ હોઈ શકે? ત્યારે ગણેશજીના આશીર્વાદ લેવા માટે સોનમ કપૂર અંધેરીનો રાજા વિઘ્નહર્તાના દર્શન માટે પંડાલમાં પહોંચી ગઈ. સોનમે અહીં બાપાના દર્શન તો કર્યા જ પણ તેણે ગણેશજીના પ્રિય મૂષકરાજ પાસેથી માનતા પણ માંગી.

લાલ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનમ પોતાની ફિલ્મના પ્રમોશન દરમ્યાન લાલ રંગના કપડાંમાં જ જોવા મળે છે. જેમાં તે સુંદર દેખાઈ રહી છે. સોનમ બાપાના દર્શન કરવા માટે એક નવી દુલ્હનની જેમ સજીને દેખાઇ હતી. તેણે લાલ અને સોનેરી રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો.

આ લુકની સાથે સોનમે લાઇટ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક અને કપાળ પર એક નાનો ચાંદલો લગાવીને જોવા મળી હતી. જવેલરીની વાત કરીએ તો તેને ગોલ્ડન ઝૂમકાની સાથે હાથમાં ગોલ્ડન વીંટીઓ પણ પહેરી હતી. આ લુકમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઇએ કે ‘ધ ઝોયા ફેક્ટર’ ની વાર્તા લેખક અનુજા ચૌહાણની ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાર્તા છે, જેનું નામ ઝોયા છે. મુસ્લિમ નામની હિન્દુ યુવતીની આ વાર્તા કોમેડી, ઈમોશન અને રોમાંસથી ભરપૂર છે. ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ 20 સપ્ટેમ્બર 2019 ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks