મનોરંજન

સોનમ કપૂરએ ખોલ્યું સેલિબ્રિટીની સુંદરતા પાછળનું રહસ્ય, સત્ય જાણીને નવાઈ પામશો

કોઈ પણ સુંદર સેલેબને જોઇને આપણને એવી જ ઈચ્છા થઇ જતી હોય છે કે આપણે પણ તેમના જેવા જ સુંદર દેખાઈએ, પણ આપણે કેટલી પણ કોશિશો કરીએ, આપણે તેમના જેવા નથી દેખાઈ શકતા. કારણ કે તેમના જેવો દેખાવ મેળવવો કોઈ આસાન વાત નથી. અને આ જ વાત વિશે ખુલાસો કર્યો છે અભિનેત્રી સોનમ કપૂરે. આપણે જાણીએ જ છીએ કે સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે કોઈ પણ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જરા પણ પાછળ નથી પડતી.

Image Source

સોનમ કપૂરે સેલિબ્રિટીઝની સુંદરતા પાછળ છુપાયેલા રહસ્ય વિશે ખુલાસો કર્યો હતો. સોનમ કપૂરે જણાવ્યું હતું કે એક સેલેબએ લોકો સામે આવતા પહેલા શું-શું કરવું પડે છે. સુંદર દેખાવા માટે માત્ર મેકઅપ જ નહિ, પણ બીજી પણ ઘણી બાબતોનું ધ્યાન આપવું પડે છે.

Image Source

સોનમે કહ્યું કે દરેક છોકરી જે અરીસાની સામે ઉભી રહીને પોતાને જોઈને વિચારે છે કે એ સેલિબ્રિટી જેવું કેમ નથી દેખાતી તો એ છોકરીઓને જણાવી દઉં કે કોઈ પણ સેલિબ્રિટી ઉઠ્યાં પછી એવા નથી દેખાતા, જેવું તમે વિચારો છો.  હું પણ નહિ કે બીજી કોઈ પણ અભિનેત્રી નહિ.

Image Source

સોનમ કપૂરે કહ્યું કે “હકીકત એ છે કે લોકો સામે જાહેરમાં આવતા પહેલા મારે 90 મિનિટ મેકઅપ ચેર પર વિતાવવી પડે છે. ત્રણથી છ લોકો મારા વાળ અને મેકઅપ પર કામ કરે છે, જયારે કેટલાક પ્રોફેશનલ્સ મારા નખને શેપ કરે છે. હું દર અઠવાડિયે મારી આઈબ્રોને શેપ કરાવું છું. મારા શરીરના ભાગો પર કન્સિલર લગાવવામાં આવે છે, જ્યા મેં વિચાર્યું પણ ન હતું કે કન્સિલરની જરૂર હોઈ શકે છે.”

Image Source

“સારા શરીર માટે હું સવારે 6 વાગે ઉઠી જાઉં છું અને 7.30 સુધીનો સમય જીમમાં વિતાવું છું. હું નિયમિત રીતે 90 મિનિટ કસરતો કરું છું અને ક્યારેક તો સાંજે પણ મારે કસરત કરવી પડે છે. આ પછી ઊંઘવા પહેલા પણ શરીરને ફિટ રાખવા માટે એક્સરસાઇઝ કરું છું.”

“આટલું જ નહીં, મારે આખો દિવસ શું ખાવું અને શું નહિ એ નક્કી કરવા માટે પણ આખો દિવસ એક માણસ મારી સાથે રહે છે. મારા આહારમાં એટલી વસ્તુઓ નહીં હોય જેટલી મારા ફેસ પેકમાં હોય છે. મારે શું પહેરવું એ નક્કી કરવા માટે એક આખી ટિમ હોય છે. આટલું કર્યા પછી પણ જો હું અપેક્ષા જેટલી સુંદર ન દેખાઉં તો ફોટોને ફોટોશોપ કરવામાં આવે છે.”

 

View this post on Instagram

 

Lights will guide you home, and ignite your bones ♀ #NoRhesonICant #IndianPrincess @wearerheson @rheakapoor 📷: @moeez

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

“હું પહેલા પણ કહેતી હતી અને હજુ પણ કહું છું કે સેલિબ્રિટી લૂક માટે ઘણી ટિમો, ઘણા પૈસા અને ખૂબ જ સમય લાગે છે. ત્યારે તમારા સામે એક સેલિબ્રિટી લૂક આવી શકે છે. જો તમે જોવો છે એ હકીકત નથી હોતી. એટલે જ કહું છું કે સેલિબ્રિટી લૂકની ચાહ ધરાવવા કરતા તમે આત્મવિશ્વાસ કેળવો. સુંદર હોવાની લાગણી, અને પ્રસન્ન રહેવાની કામના કરો એ પણ પોતાની જાતને કોઈ પણ બીબામાં ઢાળ્યા વિના કરો.”

“હવે પછીથી જો ક્યારેય પણ તમે કોઈ 13 વર્ષની છોકરીને મેગેઝીનના કવર પર બોલિવૂડની અભનેત્રીને ઉત્સાહ સાથે જોતા જુઓ તો એના મગજમાં ચાલતા આ ભ્રમને તોડવાનું ન ભૂલો. એને કહો કે એ કેટલી સુંદર છે. તેનું સ્મિત, તેની હસી, અને તેના જ્ઞાનના વખાણ કરો. તેના મગજમાં એવું ક્યારેય પણ આવવા ન દો કે એ સુંદર નથી કે તેનામાં કોઈ કમી છે. તેના વખાણ કરજો.”

Image Source

આ પોસ્ટ દ્વારા સોનમે અભિનેત્રીઓના સૌંદર્ય પાછળની હકીકત ઉજાગર કરી હતી. આ પોસ્ટ દ્વારા તે સ્ત્રીઓને એક જ વાત કહેવા માંગે છે કે એવા ભ્રમમાં ન રહેશો કે સેલેબ્સ ખૂબ જ સુંદર હોય છે. તેઓ સામાન્ય માણસો જ છે જેઓને સજવા-ધજવા માટે એક આખા લશ્કરની જરૂર પડે છે અને એ પછી તેઓ જાહેરમાં લોકો સામે આવી શકે છે.