ભારત આવી ગઈ સોનમ કપૂર, એરપોર્ટ પર પિતા અનિલ કપૂરને જોઇને છલકાઇ ગઇ આંખો, જુઓ PHOTOS

એરપોર્ટ પર લાડલા પપ્પા અનિલ કપૂરને જોઇ રડી પડી સોનમ કપૂર, ઘણા સમય બાદ લંડનથી આવી હતી અભિનેત્રી, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પિતા તેમજ અભિનેતા અનિલ કપૂર બીટાઉનની મોસ્ટ લવ્ડ ફાધર-ડોટર જોડી છે. પિતા-દીકરી વચ્ચેની બોન્ડિંગને સોશિયલ મીડિયા પર પણ જોઇ શકાય છે.

મંગળવારે ઘણા મહિનાઓ બાદ સોનમ કપૂર ભારત આવી, તેને લેવા માટે પિતા અનિલ કપૂર એરપોર્ટ પહોંચ્યા હતા.

આ દરમિયાન મહિનાઓ બાદ જયારે પિતા અને દીકરી મળ્યા તો અભિનેત્રી પોતાને રોકી શકી નહિ અને તેની આંખો છલકાઇ ગઇ. સોનમ કપૂર અને અનિલ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

કોરોના મહામારીને કારણે લોકડાઉન વચ્ચે લગભગ વર્ષથી વધારે થઇ ગયુ હશે અને સોનમ કપૂર કાલે જ લંડનથી ભારત આવી છે. તે લંડનમાં પતિ આનંદ આહૂજા સાથે રહી રહી હતી.તે કાલે રાત્રે જ મુંબઇ આવી હતી અને તેને લેવા માટે પિતા અનિલ કપૂર એરપોર્ટ પહોંચ્યા હતા.

સોનમ કપૂરનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સોનમ હંમેશાની જેમ સ્ટાઇલિશ જોવા મળી રહી છે.

સોનમ કપૂર બ્લુ અને ગ્રે પ્રિંટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે બ્લુ અને રેડ જેકેટ પણ પહેર્યુ છે. સોનમનો આ વીડિયો વાયરલ થતા જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે પ્રેગ્નેટ છે.

તમને જણાવી દઇએ કે, સોનમ કપૂરનુ સાસરુ દિલ્લીમાં છે, તે પતિ સાથે લંડનમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina