ફિલ્મી દુનિયા

ફેશનેબલ લૂકમાં જોવા મળી સોનમ કપૂર, તસ્વીરો પરથી નહિ હટાવી શકો નજર

બોલિવૂડ સૌથી ગ્લેમર અને ફેશનેબલ અભિનેત્રીઓમાથી એક સોનમ કપૂર પોતાની જબરદસ્ત ફેશન સેન્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે પોતાની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચાઓમાં જ રહે છે, અને તે પોતાના લૂક સાથે એક્સપરિમેન્ટ પણ કરતી રહે છે. વાત જયારે ફેશનેબલ અને સ્ટાઈલિશ આઉટફિટની હોય તો સોનમનું નામ સૌથી પહેલા આવે છે. તેનો દરેક લૂક જોતજોતામા જ વાયરલ થઇ જાય છે.

હાલમાં જ સોનમ કપૂરે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહી છે. આ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં સોનમે એકદમ જ અલગ ડ્રેસ પહેરી છે. સોનમે આ તસ્વીરમાં મલ્ટીકલર પ્રિન્ટ જેકેટ સાથે હાફ પ્લાઝો પહેર્યો છે અને સાથે જ તેને વેલ્વેટ બ્લેક હાઈ બૂટ્સ પહેર્યા છે, જે આ લૂક સાથે ખૂબ જ યુનિક લાગે છે. જો કે આ ડ્રેસ તેની ટ્રેડિશનલ બ્લોક પ્રિન્ટના કારણે વધારે આકર્ષક લાગે છે.

સોનમ કપૂરે આ તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે જ તેને પહેરેલી ઈયરરિંગ્સ પણ ખૂબ જ યુનિક છે અને તેનો મેકઅપ પણ એકદમ અલગ છે. ન્યૂડ લિપસ્ટિક સાથે યેલ્લો આઈશેડો આ લૂકમાં ચાર ચાંદ લગાવે છે. સાથે જ તેની હેરસ્ટાઇલ પણ એકદમ જુદી છે. તેને વાળને વચ્ચેથી પાર્ટિંગ કરીને પાછળ લોઅર બનાવ્યા છે.

 

View this post on Instagram

 

DETAILS @gqindia

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમ કપૂરની આ તસ્વીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તે પોતાના અલગ-અલગ લૂકની તસવીરો પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જણાવી દઈએ કે સોનમ કપૂર હાલમાં જ જાપાનથી વેકેશન ગાળીને ભારત પરત ફરી છે. આ દરમ્યાન સોનમ કપૂરને તેને એરપોર્ટ લૂક માટે ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આઈ હતી.

 

View this post on Instagram

 

London musings in @sabyasachiofficial

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

તાજેતરમાં જ સોનમ કપૂરે પોતાની ફિલ્મ ખૂબસૂરતને લઈને એક નિવેદન આપ્યું હતું કે તેની સાથે આ ફિલ્મમાં કામ કરવા માટે કોઈ રાજી ન હતું, જેથી પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનને લેવામાં આવ્યો હતો. જો ફિલ્મોની વાત કરીએ તો દિગ્દર્શક અભિષકે શર્માની ફિલ્મ ઝોયા ફેકટરમાં તે દિલકીર સલમાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks