બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર ફેશનિસ્ટ છે, અને આ વાત તેની તસવીરો સાબિત કરી દે છે. સોનમ કપૂર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં સોનમ ગ્લેમરસ અંદાજમાં નજરે આવી રહી છે.

સોનમ કપૂર બી-ટાઉન દિવા છે. તે તેની સ્ટાઇલ અને ફેશન ચોઈસને કારણે જાણીતી છે. સોનમ કપૂર સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સોનમ કપૂર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

હાલમાં સોનમે જે તસ્વીર શેર કરી છે તે તસ્વીર કોમન નથી. તે તસ્વીર બહેતરીન ફોટો શૂટની છે.

લોકડાઉન વચ્ચે સોનમ કપૂર તેના સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના પતિ આનંદ આહુજ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

માર્ચની શરૂઆતમાં સોનમ કપૂર આનંદ આહુજા સાથે લંડનથી પરત આવી હતી. ત્યારબાદ તેણે ખુદને 14 દિવસ માટે આઇસોલેટ કરી દીધી હતી.

સોનમ દિલ્હીમાં તેના સાસરિયાના ઘરે છે. તે દરમિયાન તેણી તેની સાસરીયાઓને રસોઈ કુશળતા પણ બતાવી રહી છે.

સોનમ રસોઈને લગતી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.ગત મહિને જ સોનમ તેની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી ચુકી છે.

લોકડાઉનને કારણે તેને પરિવારજનો સાથે વિડીયો ચેટ કરી હતી.વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સોનમ કપૂર છેલ્લે ફિલ્મ જોયા ફેકટરમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.