બૉલીવુડ એક્ટર સોનમ કપૂર અને દિલ્લીના બિઝનેસમેન આનંદ આહુજા બી-ટાઉન ક્યૂટ કપલ છે. સોનમ કપૂર તેની ફેશન અને સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ કપૂરે ગયા વર્ષે 8 મે 2018માં રોજ આનંદ આહુજા સાથે મુંબઈના બાન્દ્રામાં શીખ રીત-રિવાજથી લગ્નગ્રંથીથી જોડાઈ હતી. જેમાં બોલીવુડના તમામ દિગ્ગ્જ અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી હતી. ત્ત્યારબાદ બન્ને એક પરફેક્ટ કપલ છે.
બન્નેના લગ્નને ગયા મહીને જ એક વર્ષ પૂર્ણ થયું છે.ત્યારે બન્ને હાલ વેકેશન મનાવવા જાપાન ગયા છે. વેકેશનની તસવીર સોનમ કપૂર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.આ તસ્વીરોને ફેન્સને પણ બહુજ પસંદ આવી છે.
સોનમે પહેલા દિવસન ફોટો શેર કરી હતી જેમાં તે તેના પતિ આનંદ આહુજા સાથે ખુબ જ ખુશ જોવા મળી હતી.
ત્યારબાદ અન્ય એક તસ્વીર શેર કરી હતી જેમાં બન્નેના હાથમાં આઈસ્ક્રીમ હોય છે.
વર્કની વાત કરવામાં આવે તો સોનમ અભિષેક વર્માની ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’માં ઝળકશે। આ ફિલ્મ અનુજા ચૌહાણના નોવેલ પર આધારિત છે.આ ફિલ્મમાં એક્ટર દિલકેર સલમાન લીડ રોલમાં હશે. આ ફિલ્મ સપ્ટેમ્બર 2019માં રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks