મનોરંજન

સોનમ કપૂરના શરીરમાં છે આ વસ્તુની ખામી, ખુદ સોનમે કર્યો ખુલાસો- જાણો વિગત

બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર છેલ્લા ઘણા દિવસથી તેની આવનારી ફિલ્મને લઈને વ્યસ્ત છે. તો તેનાએ હાલમાં જ ભારત-પાકિસ્તાનને લઈને એક નિવેદન આપ્યું હતું. જેના પર બબાલ થઇ ગઈ હતી. તે સિવાય તેની ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે તેને ઇન્સ્ટાગ્રામ પર એક સનસનીખેજખુલાસો કર્યો છે.

સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે, તે આયોડીની કમીને કારણે પીડિત છે. સોનમ કપૂરે વધુમાં લખ્યું હતું કે, બધા શાકાહારી અને વિઘ્ન લોકો માટે જાણકારી. તમે બધા મહેરબાની કરીને એવા જ નમકનો ઉપયોગ કરો જેમાં ભરપૂર માત્રામાં આયોડીન હોય. મને હાલમાં જ ખબર પડી છે કે, મને આયોડીનની ઉણપ છે. સાથે જ સોનમે કહ્યું હતું કે ટેબલ સોલ્ટ આયોડીન મેળવવા માટેનું સૌથી આસાન સાધન છે.

બોલીવુડમાં ઘણા સેલેબ્સ વિંગ બનતા જાય છે. વિરાટ કોહલીએ પણ એનાઉંસ કર્યું હતું કે, તે પણ વીગન બની રહ્યો છે. વીગન એ લોકો હોય છે. જે જાનવરમાંથી મળતા મીટ અને દૂધથી દૂર રહે છે.

સોનમ કપૂરની વાત કરવામ આવે તો બૉલીવુડની સૌથી ફિટ એકટર્સ તરીકે ગણના થાય છે. સોનમ કપૂરે ફિલ્મમાં આવતા પહેલા ઘણું વજન ઘટાડ્યું હતું. ત્યારથી લઈને તે આજ દિવસ સુધી સુપરહિટ છે. સોનમ કપૂરે ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ ફેશન સેન્સમાં પણ ચેન્જ લાવી છે. આજે સોનમ કપૂર બૉલીવુડની સ્ટાઇલ દિવા કહેવામાં આવે છે.

સોનમ કપૂરની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે તેની આગામી ફિલ્મ જોયા ફેક્ટરને લાઇનર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ આગામી 20 સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મ અનુજા ચૌહાણના ઉપન્યાસ પર આધારીત છે. આ ઉપનયસ 2008માં પબ્લિશ થયો હતો. આ ફિલ્મમાં સંજય કપૂર લીડ રોલમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.