અભિનેત્રી સોનમ કપૂરનો પ્રેગ્નેન્સીમાં બદલાયો લુક, ચાહકો જોઈને ઓળખી પણ ના શક્યા, લેટેસ્ટ તસવીરો આવી સામે, જુઓ

સોનમ કપૂરના ચહેરા ઉપર છલકાયો પ્રેગ્નન્સી ગ્લો, વધી ગયું વજન, નવી તસવીરો જોઈને ઓળખવી પણ થઇ મુશ્કેલ, જુઓ વીડિયો

એક તરફ મનોરંજન જગતમાંથી કેટલીક દુઃખદ ખબરો સામે આવી રહી છે, તો બીજી તરફ ખુશ ખબરીઓ પણ સામે આવી રહી છે, હાલ અભિનેત્રી સોનમ કપૂર પણ પોતાના ગર્ભાવસ્થાનો આનંદ લૂંટી રહી છે. સોનમ અવારનવાર સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરે છે.

ત્યારે હાલમાં જ આવી સ્થિતિમાં સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ પૂલ ડે એન્જોય કર્યો. આ દરમિયાન પ્રેગ્નન્ટ સોનમ મસ્તી કરતી જોવા મળી હતી. આ સાથે તેણે પોતાની એક બ્યુટી સેલ્ફી પણ શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડીયમાં ખુબ જ વાયરલ થઇ રહી છે, સાથે જ સોનમનો આ લુક જોઈને ચાહકો પણ હેરાન છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પહેલા બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. બંનેએ થોડા સમય પહેલા પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી, ચાહકો બંનેની આ નવી ખુશીથી ખુશ છે. સોનમ કપૂર તેના પ્રેગ્નન્સીના તબક્કામાં પોતાનું ખૂબ ધ્યાન રાખી રહી છે. આ સાથે તે પતિ આનંદ આહુજા સાથે પણ ઘણો સમય વિતાવી રહી છે.

સોનમ કપૂરે તેની સુંદર નો-મેકઅપ સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્લેક આઉટફિટમાં સોનમ પૂલ પાસે સૂઈ રહી છે. તેણે ગળામાં સોનાની ચેઈન પહેરેલી છે. આ ફોટામાં તેની પ્રેગ્નન્સી ગ્લો જોઈ શકાય છે. આ સિવાય તેણે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં સોનમે બ્લેક મેટરનિટી આઉટફિટ પહેર્યું છે. પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા સોનમે કહ્યું કે તે પૂલમાં સમય પસાર કરવા જઈ રહી છે. આ સાથે તેણે અરીસાની પાછળ છુપાયેલા તેના પતિ આનંદની ઝલક પણ આપી હતી.


સોનમ કપૂરની આ તસવીર સામે આવતાની સાથે જ દરેક વ્યક્તિ તેના પ્રેગ્નન્સી ટ્રાન્સફોર્મેશનની વાત કરી રહી છે. ખરેખર, આ સેલ્ફીમાં સોનમ કપૂર સરળતાથી ઓળખી શકાતી નથી. સોનમ કપૂરનો ચહેરો જોયા પછી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીએ તેની પ્રથમ પ્રેગ્નન્સીમાં ઘણું વજન વધાર્યું છે.

આનંદ આહુજા અને સોનમ કપૂર આ દિવસોમાં ઈટાલીમાં બેબીમૂન સેલિબ્રેટ કરી રહ્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ રોમેન્ટિક સફરની તસવીરો સતત શેર કરતી રહે છે. પૂલ ડે પહેલા સોનમ અને આનંદ ઈટાલિયન રેસ્ટોરન્ટમાં અલગ-અલગ વાનગીઓની મજા લેતા જોવા મળ્યા હતા. અહીં કપલે આઈસ્ક્રીમથી લઈને પાસ્તા સુધીની મજા માણી હતી. સોનમે પોતાની પ્રેગ્નેન્સીની લાલસા પૂરી કરવા માટે ઘણી વાનગીઓ ખાધી હતી.

Niraj Patel